Cough syrup banned/ DCGI એ આ કફ સિરપ પર મૂક્યો પ્રતિબંધ , 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઉપયોગ પર લગાવાયો પ્રતિબંધ 

બુધવારે એક મોટો નિર્ણય લેતા ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ શરદી અને ફ્લૂમાં વપરાતી કેટલીક કફ સિરપના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

Trending Health & Fitness
YouTube Thumbnail 2023 12 23T152843.097 DCGI એ આ કફ સિરપ પર મૂક્યો પ્રતિબંધ , 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઉપયોગ પર લગાવાયો પ્રતિબંધ 

બુધવારે એક મોટો નિર્ણય લેતા ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ શરદી અને ફ્લૂમાં વપરાતી કેટલીક કફ સિરપના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આ દવાઓ કોઈપણ મેડિકલ સ્ટોરમાં વેચવામાં આવશે નહીં. DCGI એ 4 વર્ષથી ઓછી ઉંમરના શિશુઓ માટે આ કફ સિરપના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. દવા બનાવતી કંપનીઓને ચેતવણી આપતાં DCGIએ કહ્યું છે કે આ સિરપના પેક પર ચેતવણીઓનું લેબલ લગાવવું પડશે. તમને જણાવી દઈએ કે દુનિયાના કેટલાક દેશોમાં કફ સિરપના ઉપયોગથી બાળકોના મોતના મામલા સામે આવ્યા હતા. વિશ્વભરમાં લગભગ 141 બાળકોના મૃત્યુ પછી, ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) એ આ કફ સિરપના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ બે કફ સિરપના ઉપયોગ પર પ્રતિબંધ

પ્રતિબંધ પછી, આ કફ સિરપ હવે બાળકો માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં. આ સિરપનું ઉત્પાદન કરતી કંપનીઓને ચેતવણી આપતા DCGIએ કહ્યું છે કે હવેથી આ ઉત્પાદનોના પેક પર ચેતવણીઓ સાથે લેબલ લગાવવું પડશે. ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનીલેફ્રાઇન નામની આ દવાઓ શરદી, ઉધરસ અને ફ્લૂના કિસ્સામાં ઉપયોગમાં લેવાતી હતી.

DCGI એ પત્રમાં કહ્યું છે કે, “પ્રોફેસર કોકટે કમિટીએ FDCને કરેલી ભલામણ બાદ 18 મહિના માટે નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત 17 જુલાઈ, 2015ના રોજ તેના ઉત્પાદન અને વેચાણ માટે NOC આપવામાં આવ્યું હતું.” વિષય નિષ્ણાત સમિતિની 6 જૂને મળેલી બેઠક બાદ આ કફ સિરપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી હતી. જ્યારે આ મિશ્રણનો ઉપયોગ શિશુઓમાં શરદી અને ફલૂની સારવાર માટે કરવામાં આવ્યો ત્યારે આડઅસરો જોવા મળી હતી.

141 બાળકોના મોત બાદ લેવાયો નિર્ણય

જાણકારી અનુસાર, ક્લોરફેનિરામાઇન મેલેટ IP 2mg + Phenylephrine HCl IP 5mg Drop/ml ના ‘ફિક્સ્ડ ડ્રગ કોમ્બિનેશન’ના ઉપયોગને કારણે વિશ્વભરમાં ઓછામાં ઓછા 141 બાળકો મૃત્યુ પામ્યા છે. બાળકોના મૃત્યુ બાદ સરકારે આ કફ સિરપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. આ કફ સિરપના ઉપયોગની આડ અસરો 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર જોવા મળી રહી છે.


આ પણ વાંચો :Nirmala sitharaman/ઉધયનિધિ સ્ટાલિનના નિવેદન પર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહી આ વાત

આ પણ વાંચો :Corona New Variant/કોરોનાના JN.1 વેરિએન્ટથી ઘણા રાજ્યોમાં વધી ચિંતા, કેન્દ્ર સરકારે આપ્યા નિર્દેશ, કહ્યું- ગભરાવાની જરૂર નથી

આ પણ વાંચો :Flash Back 2023/વર્ષ 2023 દેશ માટે ખૂબ જ ઐતિહાસિક વર્ષ, અનેક ઉતાર- ચઢાવ,ક્યારેક શોક તો ક્યારેક ગર્વની ક્ષણ