Patan News/ પાટણમાં બોય્સ હોસ્ટેલમાં યુવક-યુવતીની લાશ મળી, પ્રેમપ્રકરણના લીધે આત્મહત્યા કર્યાની શક્યતા

પાટણમાં દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલી બોય્સ હોસ્ટેલના રૂમમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવતા સન્નાટો મચી ગયો છે. પાટણની બોય્સ હોસ્ટેલમાં યુવક-યુવતીએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે.

Gujarat Others
Beginners guide to 2024 05 31T104123.936 પાટણમાં બોય્સ હોસ્ટેલમાં યુવક-યુવતીની લાશ મળી, પ્રેમપ્રકરણના લીધે આત્મહત્યા કર્યાની શક્યતા

પાટણઃ પાટણમાં દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલી બોય્સ હોસ્ટેલના રૂમમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવતા સન્નાટો મચી ગયો છે. પાટણની બોય્સ હોસ્ટેલમાં યુવક-યુવતીએ આત્મહત્યા (Suicide) કરી હોવાનું પ્રાથમિક તારણ છે.

મૃતક યુવતી પાટણીની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બોય્સ હોસ્ટેલમાં યુવક-યુવતીની લાશ મળી આવ્યાના સમાચારના પગલે તપાસના ચક્રો ગતિમાન મળ્યા હતા. તેમા યુવકનું આધારકાર્ડ મળ્યું હતું અને તે યુપીનો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે યુવતી પાટણ શહેરની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતકોની લાશોને પાટણ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે.

પોલીસ હવે આધારકાર્ડના આધારે બંનેના સગાસંબંધીઓનો સંપર્ક કરીને તેમની પૂછપરછ કરશે. તેના પરથી આ આત્મહત્યા પાછળ કોઈ પ્રકાશ પાડી શકાશે તેમ માનવામાં આવે છે. પોલીસનું માનવું છે કે હાલમાં તો આ આત્મહત્યા માટે પ્રેમપ્રકરણ કારણભૂત મનાય છે. આમ છતાં પણ મૃતકોના સગાસંબંધીની પૂછપરછ પરથી જ તેની પાછળનો ચોક્કસ અંદાજ આવશે તેમ મનાય છે. પોલીસે પાટણની યુવતીના પરિવારજનોની પૂછપરછ શરૂ કરવાની કવાયત આદરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

આ પણ વાંચો: પાલનપુરમાં 4 બાળકોને વીજ કરંટ લાગ્યો, એક ફૂલ મુરઝાયું

આ પણ વાંચો: રાજકોટમાં અગ્નિકાંડને પગલે ACB નું ઓપરેશન, પાંચ ઠેકાણે એસીબીના દરોડા

આ પણ વાંચો: રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની સમીક્ષા કરવા આરોગ્ય કમિશનરના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ બેઠક યોજાઈ