Not Set/ video: ગરબા જોવા જાવ છું તેમ કહી નીકળેલા પરપ્રાંતીય યુવકનું મોત આ કારણે થયું હતું

સુરત, સુરતના વેસુ વિસ્તારમાં ઈજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારજનો દ્વારા યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા સેવી છે. જો કે બીજી બાજુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાંડેસરામાં રહેતો યુવકનો વેસુ વિસ્તારમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. યુવક ઘરેથી ગરબા જોવા જાવ છું તેમ કહી તેના […]

Top Stories Gujarat Surat Videos
mantavya 277 video: ગરબા જોવા જાવ છું તેમ કહી નીકળેલા પરપ્રાંતીય યુવકનું મોત આ કારણે થયું હતું

સુરત,

સુરતના વેસુ વિસ્તારમાં ઈજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારજનો દ્વારા યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા સેવી છે. જો કે બીજી બાજુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાંડેસરામાં રહેતો યુવકનો વેસુ વિસ્તારમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. યુવક ઘરેથી ગરબા જોવા જાવ છું તેમ કહી તેના મિત્ર સાથે નિકળ્યો હતો પરંતુ તેના અડધા બાદ ઘરે ફોન આવ્યો હતો કે યુવક સાથે અકસ્મતા થયો છે.

ત્યાર બાદ તેને હોસ્પિટસમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. પરંતુ યુવકને કેટલીક ઈજાઓ થયેલી હોવાથી પરિવારજનો દ્વારા તેની હત્યા કરાઈ હોવાની શંકા સેવી હતી. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે ખસેડવાામાં આવ્યો છે અને પીએમ રિપોર્ટ બાદ જ માલૂમ પડશે કે યુવકની હત્યા છે કે અકસ્માત થયો છે.

અમરજીતના પિતા રાજદેવ સિંહ રિટાયર્ડ સૈનિક છે. તેમણે કહ્યું કે તેમનો દીકરો ઘણો મહેનતુ હતો અને તેની મદદને કારણે આખો પરિવાર ખુશી-ખુશી પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યો હતો. આ ફેટલ ઍક્સિડન્ટની ઘટના પછી આખો પરિવાર સદમામાં છે.

આ પૂર્વે તેના પિતાએ આક્ષેપ કર્યો હતો કે તેની ટોળાએ હત્યા કરી છે. પરપ્રાંતીયોના મામલે હાલમાં ગુજરાતમાં થઇ રહેલી પરિસ્થિતિને લઈને નાનામાં નાની ઘટના વિષે સરકાર સજાગ છે, આ સ્થિતિમાં આ યુવકના મૃત્યુએ ઘણી ગેરસમજ ઉત્પન્ન કરી હતી.

ઉલ્લેખનીય છે કે અમરજીત નામનો આ યુવક સુરતમાં 15 વર્ષથી રહેતો હતો. તે પાંડેસરા વિસ્તારમાં સ્થિત એક મિલમાં કામ કરતો હતો. શુક્રવાર સાંજે તે મિલથી  ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો

અમરજીત 15 વર્ષ પહેલા શહેરમાં રોજગારની શોધમાં આવ્યો હતો. જે પછી તેણે ઘણી મહેનત કરીને ત્યાં એક ઘર પણ ખરીદીને લગ્ન પણ કર્યા હતાં. અમરજીતના બે બાળકો પણ છે. તે બિહારના ગયા જિલ્લાના કોંચ પોલીસ સ્ટેશનના કૌડિયા ગામનો નિવાસી હતો. તેના મૃત્યુની  જાણ પછી પરિવારમાં માતમનો માહોલ છવાઇ ગયો છે.