Chandigarh/ સિંઘુ બોર્ડર પર કોંગ્રેસના સાંસદ બિટ્ટુ પર થયો જીવલેણ હુમલો

લુધિયાના સાંસદ બિટ્ટુના વાહનને પણ ગુરુ તેગ બહાદુર જી સ્મારક પર નુકસાન પહોંચ્યું હતું, જ્યાં તેઓ અમૃતસરના કોંગ્રેસના સાંસદ ગુરજિત સિંઘ ઔજલા અને પાર્ટીના ધારાસભ્ય કુલબીર સિંહ જીરા સહિતના કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા.

India
a 385 સિંઘુ બોર્ડર પર કોંગ્રેસના સાંસદ બિટ્ટુ પર થયો જીવલેણ હુમલો

કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુ પર રવિવારે સિંઘુ બોર્ડર પર એક કાર્યક્રમ દરમિયાન હુમલો થયો હતો. તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી અને તેમની પાઘડી ખેંચાઈ હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તોફાની તત્વોએ આ જીવલેણ હુમલો કર્યો છે.

લુધિયાના સાંસદ બિટ્ટુના વાહનને પણ ગુરુ તેગ બહાદુર જી સ્મારક પર નુકસાન પહોંચ્યું હતું, જ્યાં તેઓ અમૃતસરના કોંગ્રેસના સાંસદ ગુરજિત સિંઘ ઔજલા અને પાર્ટીના ધારાસભ્ય કુલબીર સિંહ જીરા સહિતના કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. બિટ્ટુએ ફેસબુક પરની એક પોસ્ટમાં જણાવ્યું છે કે કેટલાક તોફાની તત્વોએ અમને ત્રણની હત્યા કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. બિટ્ટુ પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન બેઅંત સિંહનો પૌત્ર છે. બિટ્ટુ, ઔજલા અને જીરા છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીના જંતર મંતર પર વિરોધ કરી રહ્યા છે.

કોંગ્રેસના સાંસદે દાવો કર્યો હતો કે કેટલાક લોકોએ તેમને સ્મારક નજીક ધક્કો માર્યો હતો અને તેમની પાઘડી ખેંચી હતી. પ્રદર્શનકારીઓએ બિટ્ટુને ધક્કો માર્યો  અને તેમનું અપમાન કર્યું હતું. આ વચ્ચે તેમની પાઘડી પણ વચ્ચે પડી ગઈ હતી. જીરાએ કહ્યું છે કે, આવી પ્રવૃત્તિમાં ખેડુતોનો સમાવેશ ન થવો જોઇએ. બિટ્ટુ  પરના હુમલા પાછળનું કારણ તાત્કાલિક સ્પષ્ટ થઈ શક્યું ન હતું. કેટલાક લોકોએ બિટ્ટુ અને કોંગ્રેસના અન્ય નેતાઓને બચાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે બિટ્ટુ કારમાં બેઠા હતા, ત્યારે તેમના વાહન ઉપર પણ લાકડીઓ વડે હુમલો થયો હતો. આનાથી કારના કાચ તૂટી ગયા હતા અને વિન્ડશિલ્ડને પણ નુકસાન થયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો