Gurupurnima/ ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ-શિષ્ય બંને ઢળી પડ્યાઃ શિષ્યનું અવસાન- ગુરુની ચાલતી સારવાર

ગુરુપૂર્ણિમાના દિવસે શિષ્યનું Child death અવસાન થયું છે.રાજકોટમાં ગુરુપૂર્ણિમાના દિવસે એક દુઃખદ કિસ્સો બન્યો છે. રાજકોટ એસજીવીપી ગુરુકુળનો દસમા ધોરણનો વિદ્યાર્થી દેવાંશ ભાયાણી સ્ટેજ પર સ્પીચ આપી રહ્યો હતો

Top Stories Gujarat Rajkot
Rajkot boy ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ-શિષ્ય બંને ઢળી પડ્યાઃ શિષ્યનું અવસાન- ગુરુની ચાલતી સારવાર

ગુરુપૂર્ણિમાના દિવસે શિષ્યનું Child death અવસાન થયું છે.રાજકોટમાં ગુરુપૂર્ણિમાના દિવસે એક દુઃખદ કિસ્સો બન્યો છે. રાજકોટ એસજીવીપી ગુરુકુળનો દસમા ધોરણનો વિદ્યાર્થી દેવાંશ ભાયાણી સ્ટેજ પર સ્પીચ આપી રહ્યો હતો. તે સ્ટેજ પર સ્પીચ આપતા-આપતા જ બેભાન થઈ ગયો તો. તેના પછી તેને હોસ્પિટલ ખસેડાયો હતો, પણ તે પહેલા જ તેનું મોત નીપજ્યું છે. આના લીધે સ્કૂલના બધા શિક્ષકો સ્તબ્ધ થઈ ગયા છે. શાળા સહિત તેનું કુટુંબ ઘેરા શોકમાં ડૂબી ગયું છે.

આજે ગુરુપૂર્ણિમા અંગે ગુરુકુળમાં કાર્યક્રમ હતો, આથી દેવાંશ અન્ય બે મિત્રો સાથે મળી પોડિયમ ઉપાડી બાજુ પર મૂકી કાર્યક્રમની તૈયારી કરતો હતો. ત્યારે અચાનક તે પડી જતાં તે બેભાન થઈ ગયો હતો. તેને હોસ્પિટલમાં ખસેડવા દરમિયાન સારવાર મળે એ પહેલાં જ મોત નીપજતાં પરિવારના કુલદીપક સમાન એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું.

આ બાળકને બેભાન અવસ્થામાં Child death જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. જોકે, આ માસૂમને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતુ. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે.

Nautam swami ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ-શિષ્ય બંને ઢળી પડ્યાઃ શિષ્યનું અવસાન- ગુરુની ચાલતી સારવાર

રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ, દેવાંશને અગાઉથી જ હૃદયની બીમારી હોઈ શકે છે. પ્રાથમિક રીતે જોતાં સામાન્ય યુવાનના હૃદય કરતાં બમણું વજન દેવાંશના હૃદયનું જોવા મળ્યો છે. બીમારી અગાઉથી પણ હોઈ શકે છે,

રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ Child death પ્રાથમિક તારણ આપ્યું છે. ડોક્ટરોએ પરિવારજનો સાથે વાતચીત કરી હતી. જેમા આ બાળકને નાનપણથી હૃદય સંબંધિત બીમારી હોવાનું સામે આવ્યું છે. આ અંગે પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે કે, હાલમાં તેનું હૃદય વધુ ભારવાળું થયુ હતુ. જેના કારણે તેનું મૃત્યું થયાનું હાલમાં સામે આવ્યું છે. જોકે, આ વિદ્યાર્થીના મૃતદેહના પોસ્ટમોર્ટમ આવ્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે.

આજે સવારે વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામી સભાને સંબોધતા અચાનક ઢળી પડ્યા હતા. ચાલુ સભામાં પ્રવચન કરતાં કરતાં ઢળી પડતા હરિભક્તોમાં ભારે ચિંતા વ્યાપી હતી. તેઓ સભા સંબોધતા બેભાન થઇ જતા ઢળી પડ્યા હતા. જોકે, હાલ તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. હિન્દુ ધર્મની સેનાના દિક્ષાંત સમારોહમાં જ્યારે નૌતમ સ્વામી સભાને સંબોધીને “જય શ્રી રામ” ના નારા કરી રહ્યા હતા, આ દરમિયાન જ તેઓ ઢળી પડ્યા છે. આ અંગે આખો વીડિયો કેમેરામાં કેદ થઇ ગયો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે.

 

આ પણ વાંચોઃ NCP-Pawar/ પવારના હાથમાંથી પાર્ટી જ ગઈ! એનસીપીના 40 વિધાનસભ્યોનું અજીત પવારને સમર્થન

આ પણ વાંચોઃ Stock Market/ સેન્સેક્સે 65000ની સપાટી વટાવી, નિફ્ટી પણ ઓલટાઇમ હાઈ

આ પણ વાંચોઃ Pawar Vs Pawar/ પવારનો વળતો પ્રહારઃ બળવાખોર અજિત પવાર સહિત 9 નેતાઓને NCPએ કર્યા સસ્પેન્ડ

આ પણ વાંચોઃ CM Yogi-Sister/ પીએમ મોદી હતા ‘ચાયવાલા’ યુપીના સીએમ યોગીના બહેન આજે પણ છે ‘ચાયવાલી’

આ પણ વાંચોઃ CM Yogi-Sister/ પીએમ મોદી હતા ‘ચાયવાલા’ યુપીના સીએમ યોગીના બહેન આજે પણ છે ‘ચાયવાલી’