હરિધામ સોખડામાં સેવિકાનું પલંગ પરથી નીચે પડવાથી મોત નીપજ્યું છે. મૃદુલાબેન જયેશ ભાઈ શાહ નામના 82 વર્ષીય સેવિકાનું પલંગ પરથી નીચે પડવાથી મોત થયું હોવાનું જાણવા મળેલ છે. શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ મૃદુલાબેન પલંગ પરથી પડી જતા માથાના ભાગે તથા મોઢાના ભાગે ઇજા થઇ હતી અને ઈજા એટલી ગંભીર રીતે થઇ હતી કે મહિલા સેવિકાનું મોત થયું. હરિધામ સોખડામાં આત્મીય કોલોનીમાં સેવીકાઓના નિવાસમાં ગત રાત્રે આ બનાવ બન્યો હતો. ઘટના બાદ હરિધામ સોખડાના સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. હવે આ મામલે પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : દિલ્હીમાં આવતા અઠવાડિયે ગરમીથી મળશે રાહત, આ ભાગોમાં પણ થશે વરસાદ