ભાવનગર/ સિહોરમાં કોંગો ફીવરથી મહિલાનું મોત, જાણો શું છે તેના લક્ષણ

મૃતક મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ થઈ ગઈ છે. 5 ટીમ દ્વારા ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

Gujarat Others
કોંગો ફીવરથી
  • ભાનવગર: જિલ્લામાં કોંગો ફીવરનો કેસ નોંધાયો
  • સિહોરના રામધરીમાં કોંગો ફીવરનો કેસ નોંધાયો
  • મૃતક મહિલાનો કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ
  • શંકાસ્પદ કોંગો ફીવરમાં રામધરીની મહિલાનું મોત
  • રામધરીમાં 55 વર્ષીય મહિલાનું નીપજ્યું હતું મોત

રાજ્યમાં ફરી એકવાર કોંગો ફીવરનો કેસ સામે આવ્યો છે. સિંહોર તાલુકાના એક ગામમાં શંકાસ્પદ કોંગો ફીવરથી દર્દીનું મોત થતાં ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પશુપાલન વિભાગ દ્વારા શુક્રવારના રોજ પશુપાલકો તેમજ પશુઓના સેમ્પલ લીધા છે. રામધારી ગામની વતની 58 વર્ષીય મહિલા પુરી ગોહિલને તાવ આવતા શિહોરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાંથી તેને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગોહિલનું ગુરુવારના રોજ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, પરંતુ વહીવટી તંત્રને તેના મૃત્યુ બાદ જ તેના રક્ત પરીક્ષણ (બ્લડ ટેસ્ટ રિપોર્ટ) નું પરિણામ મળ્યું હતું. આ રિપોર્ટ્સ દર્શાવે છે કે, તે કોંગો ફીવરથી પીડિત હોય શકે છે.

મૃતક મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ થઈ ગઈ છે. 5 ટીમ દ્વારા ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. મૃતક મહિલાના પરિવારના પ સભ્યોને હાલ કોઈ લક્ષણ નથી અને તેઓ સ્વસ્થ છે. રામધરી સહિત 606 ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો અને 2839 વ્યકિતની તપાસ કરવામાં આવી હતી. ગામમાં 8 વ્યકિત બિમાર હોવાનુ જાણવા મળેલ છે પરંતુ તેઓને હાલ સામાન્ય લક્ષણ છે. કેટલાક પશુનો પણ સર્વે કરવામાં આવ્યો હતો અને 10 ઈતરડીના નમુના લેવામાં આવ્યા છે. હાલ કોંગો ફીવરનો કોઈ શંકાસ્પદ કેસ નથી તેમ ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી રેવરે માહિતી આપતા જણાવ્યુ હતું.

ભાવનગર જિલ્લામાં અગાઉ પણ કોંગો ફીવરના કેસ નોંધાયા હતા અને કોંગો ફીવર પશુપાલકોને વધુ થવાની શકયતા રહે છે. કોંગો ફીવર પશુઓની ઇતરડીમાંથી થતો હોય છે, જેના કારણે રામધરી ગામમાં પશુઓના સેમ્પલ લેવા સહિતની કામગીરી આરોગ્ય વિભાગે કરી હતી. કોંગો ફીવરથી બચવા માટે પશુપાલકોએ સાવચેત રહેવુ જરૂરી છે.

કેવી રીતે ફેલાય છે આ રોગ ?ડેન્ગ્યુ કે મેલેરિયા જેવા રોગ મચ્છરના કરડવાથી થાય છે, જ્યારે પશુઓના આંચળ પર ચોટેલી ઇતરડીના કરડવાને કારણે દર્દી કોંગો વાયરલ ફીવરનો ભોગ બને છે. આ ઉપરાંત આવા દર્દી‍ના લોહીને કારણે પણ આ રોગ ફેલાય છે.

કોંગો વાયરલ ફીવરના લક્ષણોકોંગો વાયરલ હેમરેજિક ફીવરના લક્ષણોમાં વધારે પડતો તાવ, શરીરનો દુ:ખાવો, ચક્કર આવવા, ડોકમાં દુ:ખાવો અથવા જકડાઇ જવું, માથાનો દુખાવો.

આ પણ વાંચો:ફરી એક વખત કીર્તિ પટેલ આવી વિવાદમાં, જાણો હવે શું કર્યું કાંડ

ગુજરતનું ગૌરવ