Not Set/ 31 ડિસેમ્બર રાત્રી/ પોલીસે અમદાવાદ-વલસાડથી દારૂ પીધેલાઓને પકડ્યા, આંકડો ચોંકાવી શકે છે

ગઇ કાલે વર્ષનાં અંતિમ દિવસે (31 ડિસેમ્બર) લોકોએ ખૂબ ધામધૂમથી નવા વર્ષનું સ્વાગત કરવા નાચ-ગાન કર્યુ હતુ. આ રાત્રિને ખાસ બનાવવા યુવાઓ ક્લબ અને રેસ્ટોરન્ટ્સમાં મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. યુવાઓ પાર્ટીની મજા માણવામાં મગ્ન હતા તો બીજી તરફ પોલીસ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે રાજ્યમાં મોટા ભાગનાં દરેક વિસ્તારોમાં ગોઠવી દેવાઇ હતી. […]

Top Stories Ahmedabad Gujarat
Drunker Arrest 31 ડિસેમ્બર રાત્રી/ પોલીસે અમદાવાદ-વલસાડથી દારૂ પીધેલાઓને પકડ્યા, આંકડો ચોંકાવી શકે છે

ગઇ કાલે વર્ષનાં અંતિમ દિવસે (31 ડિસેમ્બર) લોકોએ ખૂબ ધામધૂમથી નવા વર્ષનું સ્વાગત કરવા નાચ-ગાન કર્યુ હતુ. આ રાત્રિને ખાસ બનાવવા યુવાઓ ક્લબ અને રેસ્ટોરન્ટ્સમાં મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. યુવાઓ પાર્ટીની મજા માણવામાં મગ્ન હતા તો બીજી તરફ પોલીસ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે રાજ્યમાં મોટા ભાગનાં દરેક વિસ્તારોમાં ગોઠવી દેવાઇ હતી. નવા વર્ષની ઉજવણીને ખાસ બનાવવા માટે ઘણા લોકોએ દારૂનું સેવન પણ કર્યુ હતુ. જેને પોલીસે પકડી પાડ્યા હતા.

હવે લોકો 2019ને બાય બાય કહી ચુક્યા છે. નવા વર્ષની નવી સવાર થઇ ગઇ છે પરંતુ નવા વર્ષની ઉજવણીને દારૂનાં સેવનથી મનાવનારા લોકો માટે નવા વર્ષની સવાર એક ખરાબ સંદેશો લઇને આવી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ અમદાવાદમાં પોલીસે 100 થી વધુ દારૂડીયાઓને પકડ્યા છે, જ્યારે વલસાડની વાત કરીએ તો અહી પોલીસે 250 થી વધુ દારૂડીયાઓને પકડી પાડ્યા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં કેટલાક લોકો દારૂ પીને નવા વર્ષનું સ્વાગત કરતાં હોય છે. આવા લોકોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ છેલ્લા ઘણા દિવસથી મુખ્ય રસ્તાઓ અને હાઈવે પર ચેકિંગ કરી રહી છે. ત્યારે ચેકિંગ દરમિયાન વલસાડ પોલીસે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એટલે કે મંગળવારે પ્રોહિબિશન એક્ટ હેઠળ 250 થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

રાજ્યમાં અનિચ્છનિય બનાવો ન બને તે માટે પોલીસે ખાસ બંદોબસ્ત ગોઠવી રાખ્યો હતો. પોલીસે આ દરમિયાન મોટી સંખ્યામાં દારૂ પીધેલાઓને પકડી પાડ્યા હતા. અમદાવાદ શહેરની વાત કરીએ તો અહી 31 ડિસેમ્બરની રાત્રીએ દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા લોકોની સંખ્યા 100 થી વધુ હોવાનું સામે આવી રહ્યુ છે. આ આંકડો હજુ વધી શકે છે. મળી રહેલી માહિતી મુજબ આ આંકડો 300 ને પાર કરી શકે છે. વળી બીજી તરફ લોકોનાં ટોળા મોટી સંખ્યામાં રસ્તા પર હોવાથી ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.