Not Set/ કોરોનાકાળમાં મંદિરોની આવકમાં મોટો ઘટાડો, યાત્રાધામોના ધંધા રોજગારને માઠી અસર

રાજ્યના સૌથી વધારે કમાણી કરતા મંદિરોમાંથી એક શામળાજી મંદિરની આવકને કોરોનાને કારણે માઠી અસર પહોંચી છે.

Gujarat Others Trending
સ૫ 5 કોરોનાકાળમાં મંદિરોની આવકમાં મોટો ઘટાડો, યાત્રાધામોના ધંધા રોજગારને માઠી અસર

કોરોનાકાળથી ન માત્ર સામાન્ય માનવી પરંતુ ભગવાનના ઘરને પણ અસર પહોંચી છે. રાજ્યના સૌથી વધારે કમાણી કરતા મંદિરોમાંથી એક શામળાજી મંદિરની આવકને કોરોનાને કારણે માઠી અસર પહોંચી છે.

સ૫ 6 કોરોનાકાળમાં મંદિરોની આવકમાં મોટો ઘટાડો, યાત્રાધામોના ધંધા રોજગારને માઠી અસર

  • મંદિરોની તીજોરીમાં 70 ટકા આવક ઘટી
  • શામળાજી મંદિરની આવકમાં ધરખમ ઘટાડો
  • હોળી-ધુળેટીએ યાત્રાળુની સંખ્યામાં આવ્યો મોટો કડાકો

કોરોના કાળમાં ધંધા રોજગાર પર માઠી અસર પહોંચી છે. ત્યારે મંદિરો પણ આવકની બાબતમાં મોટું નુકસાન વેઠી રહ્યા છે. અરવલ્લીના યાત્રાધામ શામળાજી મંદિરમાં  કોરોના કાળમાં 70 ટકા જેટલી આવકમાં ધટાડો નોંધાયો છે. રોજના 5 હજાર થી વધુ ભક્તો દર્શને આવતા હતા જેની સામે હાલ 500 ભક્તો પણ આવતા નથી જેથી મંદિર પરિસર સુમસામ ભાસે છે બીજી તરફ યાત્રિકો નહીં આવતા તેની અસર મંદિર ટ્રસ્ટની આવક ઉપર પણ પડી છે. કારણ કે હોળી ધુળેટી દરમિયાન શામળાજી મંદિર યાત્રાળુઓથી ખીચોખીચ ભરાયેલું રહેતું હોય છે.મ૧ કોરોનાકાળમાં મંદિરોની આવકમાં મોટો ઘટાડો, યાત્રાધામોના ધંધા રોજગારને માઠી અસર

  • મંદિરની સાથે આસપાસના ધંધા-રોજગારને પણ અસર
  • હાલ કોરોના ગાઇડલાઇન્સના પાલન સાથે દર્શન
  • રાજ્યમાં કેસો વધતા સતત ઘટાડો
  • રાજ્ય બહારના યાત્રીઓ પણ ઘટ્યા
  • RTPCR ટેસ્ટ ફરજિયાત કરાતા યાત્રીઓની સંખ્યાને અસર

 છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજીતરફ રાજ્યમાં બહારથી આવતા મુસાફરો માટે પણ RTPCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે. જેથી હોળી ધુળેટીની રજાઓમાં તથા ત્યારબાદ પણ યાત્રીઓ સતત ઘટી રહ્યા છે.

મ૧ 1 કોરોનાકાળમાં મંદિરોની આવકમાં મોટો ઘટાડો, યાત્રાધામોના ધંધા રોજગારને માઠી અસર

સામાન્ય દિવસોમાં મોટી સંખ્યામાં યાત્રીઓની અવર-જવર

શામળાજી મંદિરમાં હાલ તો સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લાભ યાત્રીઓને આપવામાં આવી રહ્યો છે તો બીજીતરફ તકેદારીના ભાગરૂપે પણ મંદિર સંચાલકોએ તમામ કર્મીઓના વેક્સિનેશનનું કાર્ય પણ પૂર્ણ કરી લીધું છે.