Not Set/ દેશમાં કોરોનાનાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા…

દેશમાં કોરોના સંક્રમણનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જારી કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 36,470 નવા કેસ નોંધાયા છે.

Uncategorized
ipl2020 102 દેશમાં કોરોનાનાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા...

દેશમાં કોરોના સંક્રમણનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જારી કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 36,469 નવા કેસ નોંધાયા છે. 18 જુલાઈ બાદ નવા કેસોની આ સૌથી ઓછી સંખ્યા છે. આપને જણાવી દઈએ કે, 18 જુલાઇએ 34,884 નવા કેસ નોંધાયા હતા.

દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 79,46,429 પર પહોંચી ગઈ છે. વળી મૃતકો વિશે વાત કરીએ, તો તમારી માહિતી માટે, આપને જણાવી દઇએ કે છેલ્લા 24 કલાકમાં, Covid-19 ને કારણે 488 લોકો મૃત્યુ પામ્યા છે અને મૃતકોની સંખ્યા 1,19,502 થઇ ચુકી છે.

કોરોના જેવા ખતરનાક વાયરસને હરાવીને રિકવરી દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 63,842 દર્દીઓ ઠીક થયા છે અને અત્યાર સુધીમાં 72 લાખ (72,01,070) લોકો સંક્રમણથી મુક્ત થઇ ચુક્યા છે. ઓગસ્ટ બાદ સક્રિય કેસ પણ સૌથી ઓછા છે. હાલમાં દેશમાં 6,25,857 કેસ સક્રિય તબક્કે છે, એટલે કે તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અથવા ડોકટરોની માર્ગદર્શિકા પર તેઓ હોમ આઈસોલેશનમાં છે.

પોઝિટિવિટી રેટ ઘટીને 4 ટકા (3.80%) થયો છે, રિકવરી દર વધીને 90 ટકા (90.62) થયો છે. મૃત્યુ દર 1.5 ટકા છે, જ્યારે 8 ટકા (7.87) ની નીચે સક્રિય કેસ નોંધાયા છે. આઇસીએમઆર અનુસાર, અત્યાર સુધીમાં 10.44 કરોડ (10,44,20,894) લોકોની કોરોનાની તપાસ થઇ ચુકી છે. છેલ્લા કલાકમાં 9,58,116 લોકોનાં સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે.