Not Set/ બિન-સબસિડીવાળા રસોઇ ગેસનાં દરમાં થયો ઘટાડો, જાણો કેટલી રાહત મળી

સામાન્ય જનતા માટે કે જે મોંઘવારીની મારથી સતત પિડાઇ રહી છે તેના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, બિન-સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય દરોમાં નરમાઇનાં કારણે બુધવારે બિન-સબસિડીવાળા એલપીજી (એલપીજી) નાં ભાવમાં 62.50 નો ઘટાડો કરવામાં આવ્યો હતો. બુધવારે અડધી રાત્રીથી 574.50 રૂપિયામાં આપને મળશે. ઘરેલું એલપીજી […]

Business
e0a4ace0a4bfe0a4a8e0a4be e0a4b8e0a4ace0a58de0a4b8e0a4bfe0a4a1e0a580 e0a4b5e0a4bee0a4b2e0a587 lpg e0a4b8e0a4bfe0a4b2e0a587e0a482e0a4a1 બિન-સબસિડીવાળા રસોઇ ગેસનાં દરમાં થયો ઘટાડો, જાણો કેટલી રાહત મળી

સામાન્ય જનતા માટે કે જે મોંઘવારીની મારથી સતત પિડાઇ રહી છે તેના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, બિન-સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય દરોમાં નરમાઇનાં કારણે બુધવારે બિન-સબસિડીવાળા એલપીજી (એલપીજી) નાં ભાવમાં 62.50 નો ઘટાડો કરવામાં આવ્યો હતો. બુધવારે અડધી રાત્રીથી 574.50 રૂપિયામાં આપને મળશે. ઘરેલું એલપીજી ગ્રાહકોને હવે જુલાઈ 2019 માં સિલિન્ડર દીઠ 637 રૂપિયાને બદલે હવે ઓગષ્ટ 2019 માં સિલિન્ડર દીઠ ફક્ત રૂ. 574.50 ચૂકવવાનાં રહેશે.

આ પહેલા 30 જૂને એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઘટાડા સાથે, રાંધણ ગેસની કિંમત 1 જુલાઈથી પ્રતિ સિલિન્ડરમાં 637 રૂપિયા કરવામાં આવી હતી, જે રૂપિયા 737.50 હતી. કુલ મળીને, એક જ મહિનામાં સબસિડી વિનાનાં એલપીજી સિલિન્ડરોની કિંમતમાં રૂ. 163 નો ઘટાડો થયો છે. સબસિડીવાળા એલપીજીનો ભાવ પ્રતિ સિલિન્ડર 494.35 રૂપિયા છે.

આ પહેલા 1 જૂનનાં રોજ બિન-સબસિડીવાળા ઘરેલું એલપીજી સિલિન્ડર 25 રૂપિયા મોંઘા થયા હતા. એલપીજી સિલિન્ડરોની કિંમત આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક રેટ અને વિદેશી ચલણ વિનિમય દર અનુસાર નક્કી કરવામાં આવે છે, જેના આધારે દર મહિને સબસિડીની રાશિ બદલાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય દરોમાં વધારો થાય છે, ત્યારે સરકાર વધુ સબસિડી આપે છે અને જ્યારે દર ઘટે છે ત્યારે સબસિડીમાં કાપ લાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.