Not Set/ ટેક હોમ સેલેરીમાં નહીં આવે કપાત, નવા શ્રમ વેતન કાયદાનો અમલ રોકાયો

એપ્રિલ માસથી આપના હાથમાં આવતી સેલેરીમાં થનારો સંભવિત ઘટાડો હાલ પૂરતો ટળી ગયો છે.

Top Stories India
Untitled 1 8 ટેક હોમ સેલેરીમાં નહીં આવે કપાત, નવા શ્રમ વેતન કાયદાનો અમલ રોકાયો

એપ્રિલ માસથી આપના હાથમાં આવતી સેલેરીમાં થનારો સંભવિત ઘટાડો હાલ પૂરતો ટળી ગયો છે. દેશમાં લાગુ થયેલા નવા શ્રમ વેતન કાયદાને અનુસંધાને આવું થવાનું હતું પરતુ હજુ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ નથી. તે જોતા જૂન કે જુલાઈમાં તમારા વેતનમાં ફેરફાર થઈ શકે છે.

મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક / તમિલનાડુની ચૂંટણી પહેલા સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

નોકરિયાતોના હાથમાં આવતા પગાર કે જેને ટેક હોમ સેલેરી કહે છે. તેમાં આ માસથી થનારી કપાત પર રોક લાગી ગઈ છે. જો કે આ રોક હાલપૂરતી જ છે. પછી તેમાં કપાત આવી શકે છે. મૂળ કેન્દ્ર સરકારે કરેલા નવા શ્રમ અને વેતન કાયદા મુજબ હવે કોઈપણ નોકરિયાતને સેલેરીમાં 50 ટકા બેઝિક સેલેરી અને 50 ટકા જ અન્ય ભથ્થા આપી શકાશે. એટલે કે નવા નિયમ પ્રમાણે પગારમાંથી PFની રકમ વધુ કપાશે. આ સંજોગોમાં હાથમાં આવતી સેલેરી પણ ઓછી થવાની. પહેલી એપ્રિલથી આ નિયમ લાગુ થવાનો હતો પરંતુ નોટિફિકેશન માટેની જરૂરી પ્રોસેસ પૂર્ણ ન થઈ શકતાં હવે સંભાવના છે કે જૂન-જુલાઈમાં તેનો અમલ થઈ શકે.

કોરોના સંકટ / મહારાષ્ટ્રમાં 3 દિવસ બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો, 24 કલાકમાં 39,544 પોઝિટિવ, નાગપુરમાં લોકડાઉન હટાવાયું

સંસદમાં પસાર થયેલાં નવા કાયદામાં 29 શ્રમ કાયદાને સમાહિત કરીને 4 અલગ અલગ કોડ તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાંથી કોડ ઓફ વેજિસ એક છે. આ સિવાય કોડ ઓફ ઈન્ડસ્ટ્રિયલ રિલેશન્સ, કોડ ઓન સોશિયલ સિક્યોરિટી અને કોડ ઓન ઓક્યુપેશન સેફ્ટી છે. જેમાંથી કોડ ઓફ વેજિસ છે એ તમામ પ્રકારના વેતન સંબંધિત જોગવાઈઓ ધરાવે છે. 1લી એપ્રિલથી આ તમામ ચારેય કોડ લાગુ પડવાના હતાં. જો કે કેટલાંક રાજ્યોના સ્તરે પ્રક્રિયા પૂર્ણ ન થઈ શકતા નોટિફિકેશન જાહેર થઈ શક્યું નથી. તેથી સંભાવના છે કે હવે આ નવો નિયમ જૂન કે જુલાઈથી લાગુ પડે ત્યાં સુધી સેલેરીના માળખામાં ફેરફાર આવશે નહીં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ