Not Set/ દિલ્હી : પતિ-પત્નિનાં ઝઘડામાં 5 મહિનાનાં બાળકનો લેવાયો ભોગ, પતિ ફરાર

પૂર્વ દિલ્હીનાં કોંડલીમાં 5 મહિનાનાં બાળકનું મોત નિપજ્યુ છે. જેની મોતનું કારણ જાણી સૌ કોઇ હેરાન થઇ ગયા છે. ઘટના 6 ઓક્ટોબરની છે, જ્યારે પતિ-પત્નિને કોઇ મામલે વાદ વિવાદ થઇ રહ્યો હતો, જે દરમિયાન પતિએ તેની પત્નિને લાકડી વડે મારવાનો પ્રયત્ન કર્યો ત્યારે આકસ્મિક રીતે તે લાકડી 5 મહિનાનાં બાળકને વાગી જતા તેનુ મોત નિપજ્યુ […]

Top Stories India
baby died d દિલ્હી : પતિ-પત્નિનાં ઝઘડામાં 5 મહિનાનાં બાળકનો લેવાયો ભોગ, પતિ ફરાર

પૂર્વ દિલ્હીનાં કોંડલીમાં 5 મહિનાનાં બાળકનું મોત નિપજ્યુ છે. જેની મોતનું કારણ જાણી સૌ કોઇ હેરાન થઇ ગયા છે. ઘટના 6 ઓક્ટોબરની છે, જ્યારે પતિ-પત્નિને કોઇ મામલે વાદ વિવાદ થઇ રહ્યો હતો, જે દરમિયાન પતિએ તેની પત્નિને લાકડી વડે મારવાનો પ્રયત્ન કર્યો ત્યારે આકસ્મિક રીતે તે લાકડી 5 મહિનાનાં બાળકને વાગી જતા તેનુ મોત નિપજ્યુ હતુ.

આપને જણાવી દઇએ કે, લાકડીનાં આગળનાં ભાગમાં એક ખીલી હતી જે બાળકનાં માથા પર વાગી હતી. જો કે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ તે બચી શક્યુ નહી. આ કરૂણ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી અને બાળકનાં પિતા પર એફઆઈઆર નોંધાઇ હતી, જો કે મળી રહેલી માહિતી અનુસાર તે શખ્સ હાલમાં ફરાર છે.

પોલીસ બાળકનાં પિતાની શોધ કરી રહી છે, જે તેની મૃત્યુ બાદથી ફરાર છે. આ વ્યક્તિ અગાઉ ગાઝિયાબાદની એક ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર (ઓટી) ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી તે બેરોજગાર હતો. બાળકની માતા ખાનગી ક્લિનિકમાં નર્સ તરીકે કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.