Not Set/ દિલ્લી : વર્ષ ૨૦૧૬માં માત્ર હવા પ્રદુષણને લીધે ૧૫,૦૦૦ લોકો ભેટ્યા મોતને

દિલ્લી દેશની રાજધાની દિલ્લી ઠંડીની સીઝન ચાલુ થતા જ હવાના પ્રદુષણમાં વધારો થઇ જાય છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો દ્વારા ખેતરનો કચરો સળગાવવાને લીધે ખુબ વધારે હવાનું પ્રદુષણ થાય છે. હાલમાં જ જાહેર થયેલા એક રીપોર્ટમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેમાં કીધું છે કે વર્ષ ૨૦૧૬માં દિલ્લીમાં આશરે ૧૫ હજાર લોકો હવાના પ્રદુષણના […]

Top Stories India Trending
GettyImages 871511920IndiaDelhi.0 દિલ્લી : વર્ષ ૨૦૧૬માં માત્ર હવા પ્રદુષણને લીધે ૧૫,૦૦૦ લોકો ભેટ્યા મોતને

દિલ્લી

દેશની રાજધાની દિલ્લી ઠંડીની સીઝન ચાલુ થતા જ હવાના પ્રદુષણમાં વધારો થઇ જાય છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો દ્વારા ખેતરનો કચરો સળગાવવાને લીધે ખુબ વધારે હવાનું પ્રદુષણ થાય છે. હાલમાં જ જાહેર થયેલા એક રીપોર્ટમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેમાં કીધું છે કે વર્ષ ૨૦૧૬માં દિલ્લીમાં આશરે ૧૫ હજાર લોકો હવાના પ્રદુષણના લીધે મૃત્યુ પામ્યા છે.

તમને જણાવી દઈએ કે દુનિયાભરમાંથી સૌથી ઝેરી હવાને લીધે થયેલા મોતમાં દિલ્લી ત્રીજા નંબર પર છે.

ઝેરી હવાના લીધે થયેલા મોતમાં ૨.૫ પીએમમાં  શંઘાઈ પ્રથમ નંબરે છે જ્યાં વર્ષ ૨૦૧૬માં ૧૮,૨૦૦ લોકોના મૃત્યુ થયા છે જયારે બીજા નંબર પર બીજિંગ છે. અહી હવાના પ્રદુષણના લીધે ૧૭,૬૦૦ લોકો મોતને ભેટ્યા છે.

પીએમ ૨.૫નો અર્થ થાય છે કે હવામંડળમાં સૌથી ઓછા વ્યાસ ધરાવતા કણ કે જે શરીરમાં અંદરથી નુકશાન પહોચાડી શકે છે. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ૨.૫ પીએમના લીધે ઘણી બીમારીઓ પણ થાય છે.

ભારતમાં દિલ્લી બાદ સૌથી વધારે મૃત્યુમાં મુંબઈનો નંબર આવે છે. મુંબઈમાં વર્ષ ૨૦૧૬માં ૧૦,૫૦૦ લોકોના મૃત્યુ થયા છે તો બીજી તરફ ચેન્નાઈ અને બેંગ્લોરમાં ૫૦૦૦ લોકોના મોત થયા છે.