Not Set/ દિલ્હી ચૂંટણી/ અરવિંદ કેજરીવાલ સામે ભાજપમાંથી સુનિલ યાદવ મેદાનમાં, જાણો કોણ છે સુનિલ યાદવ ?

દિલ્હીના વિધાનસભાની ચૂંટણીમાં નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ભાજપના સુનિલ યાદવ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હશે. નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલ સામે ઉમેદવાર બદલવાના અહેવાલોને ભાજપે ફગાવી દીધા હતા. દિલ્હી ભાજપના પ્રભારી શ્યામ જાજુએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે, અરવિંદ કેજરીવાલ સામે માત્ર સુનીલ યાદવ જ લડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમને […]

Top Stories India
dl ele દિલ્હી ચૂંટણી/ અરવિંદ કેજરીવાલ સામે ભાજપમાંથી સુનિલ યાદવ મેદાનમાં, જાણો કોણ છે સુનિલ યાદવ ?

દિલ્હીના વિધાનસભાની ચૂંટણીમાં નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ભાજપના સુનિલ યાદવ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હશે. નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલ સામે ઉમેદવાર બદલવાના અહેવાલોને ભાજપે ફગાવી દીધા હતા. દિલ્હી ભાજપના પ્રભારી શ્યામ જાજુએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે, અરવિંદ કેજરીવાલ સામે માત્ર સુનીલ યાદવ જ લડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમને વિશ્વાસ છે કે સુનીલ યાદવ આગામી ચૂંટણીઓમાં જીતશે. 

અગાઉ જણાવામાં આવી રહ્યું હતું છે કે ભાજપ નવા ઉમેદવારની વિચારણા કરી રહી છે.  અરવિંદ કેજરીવાલ સામે ભાજપ સુનિલ યાદવની જગ્યાએ નવા ઉમેદવાર ઉભા કરી શકે છે. પરંતુ બાદમાં પુષ્ટિ થઈ ગઈ છે કે ભાજપ સુનિલ યાદવને જ કેજરીવાલ સામે ઉમેદવાર બનાવશે. તમને જણાવી દઇએ કે, દિલ્હી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજનો અંતિમ દિવસ છે. અને અરવિંદ કેજરીવાલ સહિતનાં અનેક લોકો ઉમેદવારી ભરવાની લાંબી લાઇનને કારણે ખાસા સમયથી વેઇટીંગમાં છે. તો આપ દ્વારા આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે, કેજરીવાલનાં ફોર્મ ભરવામાં વિલંબ માટે ભાજપ જવાબદાર છે અને ભાજપ ઇચ્છે છે કે, કેજરીવાલ ફોર્મ ન ભરી શકે. 

ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી, ભાજપ તરફથી સુનિલ યાદવ અને કોંગ્રેસમાંથી રોમેશ સબરવાલ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે 70 બેઠકોવાળી દિલ્હી વિધાનસભા માટેના તમામ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. 

કોણ છે સુનીલ યાદવ
ભારતીય જનતા પાર્ટીના યુવા સંગઠન ભારતીય જનતા યુવા મોરચાની દિલ્હી વિંગના અધ્યક્ષ છે સુનીલ. સુનીલ યાદવ વ્યવસાયે વકીલ છે. આ પહેલા તેઓ જિલ્લા પ્રમુખ અને બીજેવાયએમના મહામંત્રીનો હોદ્દો સંભાળી ચૂક્યા છે. 

મહત્વનું છે કે, સોમવારે મોડી રાત્રે ભાજપે ઉમેદવારોની બીજી સૂચિ બહાર પાડી હતી. જેમાં તેજીન્દરપાલ બગ્ગાને હરિ નગરથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ સુનીલ યાદવને નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ભાજપે પહેલી યાદી જાહેર કરી હતી જેમાં 57 ઉમેદવારોના નામ શામેલ હતા. 

આપને જણાવી દઇએ કે, 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે અને પરિણામો 11 ફેબ્રુઆરીએ આવશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી છે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 22 જાન્યુઆરીએ થશે. આ સિવાય ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી છે. દિલ્હીમાં 70 વિધાનસભા બેઠકો છે જેમાંથી 58 સામાન્ય કેટેગરીમાં છે જ્યારે 12 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.