Not Set/ દિલ્હી/ અનાજ બજારમાં જોવા મળી બેદરકારી, એકવાર ફરી લાગી આગ, 43 લોકોની થઇ ચુકી છે મોત

રાજધાની દિલ્હીનાં અનાજ બજાર વિસ્તારમાં આવેલી બિલ્ડિંગમાં ફરી એકવાર આગ લાગી છે. ફાયરનાં ચાર ટેન્ડર સ્થળ પર પહોંચી ગયા છે. રવિવારે આ જ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 43 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આગને કારણે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના જૂની દિલ્હીનાં રાણી ઝાંસી રોડ પર સ્થિત ફિલ્મિસ્તાન સિનેમા નજીક […]

Top Stories India
Delgi Fire દિલ્હી/ અનાજ બજારમાં જોવા મળી બેદરકારી, એકવાર ફરી લાગી આગ, 43 લોકોની થઇ ચુકી છે મોત

રાજધાની દિલ્હીનાં અનાજ બજાર વિસ્તારમાં આવેલી બિલ્ડિંગમાં ફરી એકવાર આગ લાગી છે. ફાયરનાં ચાર ટેન્ડર સ્થળ પર પહોંચી ગયા છે. રવિવારે આ જ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 43 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આગને કારણે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના જૂની દિલ્હીનાં રાણી ઝાંસી રોડ પર સ્થિત ફિલ્મિસ્તાન સિનેમા નજીક બની છે. આ બનાવ બાદ રવિવારે જ દિલ્હી પોલીસે ફરાર કારખાનાનાં માલિકની ધરપકડ કરી હતી. આગ લાગવાના કારણની હજુ માહિતી સામે આવી નથી.

દિલ્હી અનાજ મંડીનાં ફિલ્મિસ્તાન વિસ્તારમાં ફરી તે જ કારખાનામાં આગ ફાટી નીકળી હતી. હાલમાં ફાયરની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. 8 ડિસેમ્બરે, આ જ ફેક્ટરીમાં લાગેલી આગમાં 43 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અનાજ મંડીમાં આ સ્કૂલ બેગ બનાવનાર અને પેકેજિંગ મટિરીયલ તૈયાર કરનાર ફેક્ટ્રીમં આગે ભયંકર વિનાશ સર્જ્યો હતો. હાલમાં અનાજમંડીમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

ગઈકાલે લાગેલી આગ એટલી ભયાનક હતી કે એનડીઆરએફની ટીમને સ્થળ પર બોલાવવી પડી હતી. ફાયર બ્રિગેડની ટીમની સાથે એનડીઆરએફની ટીમે લોકોને બચાવ્યા. આ પહેલા આગને કારણે 65 લોકો દાઝી ગયા હોવાના સમાચાર મળ્યા છે. તાજેતરમાં તેમની સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.