Not Set/ દિલ્હી હાઇકોર્ટનો આદેશ, કારમાં એકલા મુસાફરી કરનારા લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત

દિલ્હી હાઈકોર્ટે કોરોના નિયમોને લગતા એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે કારની અંદર એકલા બેઠા વ્યક્તિને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

Top Stories India
A 78 દિલ્હી હાઇકોર્ટનો આદેશ, કારમાં એકલા મુસાફરી કરનારા લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત

દિલ્હી હાઈકોર્ટે કોરોના નિયમોને લગતા એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે કારની અંદર એકલા બેઠા વ્યક્તિને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. દિલ્હી હાઈકોર્ટે કારને જાહેર સ્થળ માન્યું છે. કોર્ટે કહ્યું કે માસ્ક એક ‘સુરક્ષા કવચ’ છે જે કોવિડ 19 વાયરસના પ્રસારને અટકાવશે.

આપને જણાવી દઈએ કે, અરજી દાખલ કરીને, કારમાં એકલા બેઠેલા વ્યક્તિનો માસ્ક પહેરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જણાવીએ કે, રાજધાની દિલ્હીમાં માસ્ક ન પહેરવા બદલ બે હજાર રૂપિયા દંડ છે. તે જ સમયે, આવા ઘણા અહેવાલો સામે આવ્યા હતા જ્યારે કારમાં એકલા બેઠેલા વ્યક્તિનું ચાલન કાપવા અંગે લોકોનો પોલીસ સાથે વિવાદ થયો હતો. હવે હાઈકોર્ટના આદેશ બાદ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.

આ પણ વાંચો :RBIએ નવી નાણાકીય નીતિ કરી જાહેર, રેપો રેટ 4 ટકા પર રખાયો યથાવત

રાજધાનીમાં કોરોના વાયરસની ગતિ અટકાવવા નાઇટ કર્ફ્યુ લાદવાનું શરુ કર્યું છે. દિલ્હીમાં મંગળવારની રાતથી 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, દિલ્હીના લોકો જરૂરી કામ કર્યા વગર રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી ઘરની બહાર નીકળી શકશે નહીં.

મંગળવારે, રાજધાનીમાં કોવિડ -19 ના 5100 નવા કેસ આવ્યા, જે ગયા વર્ષે 27 નવેમ્બર પછી એક દિવસમાં અહીં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. ગયા વર્ષે 27 નવેમ્બરના રોજ શહેરમાં 5,482 કેસ નોંધાયા હતા. દિલ્હી આરોગ્ય વિભાગ અનુસાર, મંગળવારે આ ચેપને કારણે વધુ 17 દર્દીઓનાં મોત નીપજ્યાં, મૃતકોની સંખ્યા વધીને 11,113 થઈ ગઈ.

આ પણ વાંચો :ભારતમાં લોકડાઉન અંગે WHOના વૈજ્ઞાનિકે આપી સલાહ, કહ્યું – પરિણામો હશે ખતરનાક

છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના વાયરસના કેસમાં તીવ્ર વધારા વચ્ચે ચેપનો દર 4.93 ટકા છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે આપ સરકાર રોગચાળાની સ્થિતિ અંગે જાગ્રત છે અને તેની નજર રાખી રહી છે.

આ પણ વાંચો : દેશમાં કોરોનાનું મહાતાંડવ, 24 કલાકમાં 1.15 લાખ નવા કેસ, 630 નાગરિકોના મોત

આ પણ વાંચો :આખરે બાહુબલી MLA અન્સારીને લેવા 900 કિ.મી.નું અંતર કાપી લેવા પહોંચી UP પોલીસ