Not Set/ માત્ર ૧ રૂપિયામાં ગિટાર શીખવાડનાર મ્યુઝીક ટીચરની વાંચો દિલચસ્પ સ્ટોરી

અત્યારના જમાનામાં ૧ રૂપિયાની કિંમત ખુબ ઘટી ગઈ છે તેવામાં એક એવા વ્યક્તિ પણ છે જે ગિટાર શીખવાડવાનો માત્ર ૧ રૂપિયો જ લે છે. જો તમે સવારના ૬ થી ૯ વચ્ચે આંધ્ર ભવનની મુલાકાત લેશો તો એક આધેડ ઉંમરના વ્યક્તિ તમે જમીન પર બેઠેલા જોઈ શકશો. આ વ્યક્તિની લાંબી દાઢી છે જેઓ બાળકોને ગિટાર વગાડતા […]

Top Stories India Trending
gu માત્ર ૧ રૂપિયામાં ગિટાર શીખવાડનાર મ્યુઝીક ટીચરની વાંચો દિલચસ્પ સ્ટોરી

અત્યારના જમાનામાં ૧ રૂપિયાની કિંમત ખુબ ઘટી ગઈ છે તેવામાં એક એવા વ્યક્તિ પણ છે જે ગિટાર શીખવાડવાનો માત્ર ૧ રૂપિયો જ લે છે.

જો તમે સવારના ૬ થી ૯ વચ્ચે આંધ્ર ભવનની મુલાકાત લેશો તો એક આધેડ ઉંમરના વ્યક્તિ તમે જમીન પર બેઠેલા જોઈ શકશો. આ વ્યક્તિની લાંબી દાઢી છે જેઓ બાળકોને ગિટાર વગાડતા શીખવાડે છે. તમને જાણીને નવાઈ લાગશે તેઓ ગિટાર શીખવાડવાના રોજનો માત્ર ૧ રૂપિયો જ લે છે.

આ ગિટાર શીખવાડનારા મ્યુઝીક ટીચરનું નામ છે એસવી રાવ. તેઓ મોટા ભાગે ગિટાર રાવ નામથી ઓળખાય છે. આંધ્ર પ્રદેશના રહેવાસી એસવી રાવ એન્જિનયર છે. તેઓ હાલ એક મિશન પાછળ મહેનત કરી રહ્યા છે જેમાં તેઓ ઇરછે છે કે સ્વરછ ભારત અભિયાનની જેમ સંગીત ભારત કેમ્પેઈન  ચલાવવા માંગે છે. જેના માટે તેઓ વડાપ્રધાન પાસેથી મંજુરી લેવા માંગે છે.

૫૫ વર્ષીય રાવ રોજ ત્રણ અલગ જગ્યાએ સંગીતના ક્લાસ ચલાવે છે. વિજય ચોક અને ઇન્ડિયા ગેટ બાજુ તમે તેમને જાહેરમાં સંગીત ક્લાસમાં જોઈ શકો છો.

તમને જણાવી દઈએ કે તેઓ અત્યાર સુધી ૧૦૦૦થી વધારે લોકોને ગિટાર વગાડતા શીખવાડી ચુક્યા છે. જેમાંથી ૧૬૦ વિદ્યાર્થીઓ એવા છે જેઓ નિયમિત રીતે તેમની પાસે ગિટાર શીખવા માટે આવે છે જેમાંથી ઘણા લોકો પોલીસમાં જોડાયેલા છે. દિવસભરનો થાક દૂર કરવા માટે તેઓ એસવી રાવ પાસે આવે છે.

સ્કુલ પૂરી થયા બાદ પહોચી જવું છુ ગિટાર શીખવા 

૮ વર્ષની ઈશાનવી તેની સ્કુલ પૂરી થયા બાદ ગિટાર શીખવા માટે પહોચી જાય છે. તે કહે છે કે મારા ગુરુજીએ મને માત્ર સાત જ દિવસોમાં કેટલાક ગીતની ધૂન વગાડતા શીખવાડી દીધું.

લાખોના પગારની કરતા હતા નોકરી 

હવે તમને એસસી રાવ વિશે જણાવી દઈએ. એસવી રાવ એમએનસી કંપનીમાં નોકરી કરતા હતા. વર્ષ ૨૦૦૯માં તેમણે નોકરી છોડી દીધી હતી ત્યારબાદ તેઓ દેવામાં ડૂબી ગયા હતા.

ડીપ્રેશનમાં ચાલી ગયા હતા 

તેઓ તેમના પરિવારથી દૂર રહેવા લાગ્યા અને ડીપ્રેશનમાં ચાલ્યા ગયા.વર્ષ ૨૦૧૦માં તેઓ તિરુપતિ મંદિર ગયા અને ત્યાં એક સંગીત સ્કુલમાં સંગીતના સાધનો શીખવા લાગ્યા. સાથે જ તેમણે ધય્ન અને યોગ પણ ચાલુ કરી દીધા જેને લઈને તેઓ ડીપ્રેશનમાંથી બહાર નીકળી શક્યા અને તેઓ પરિવાર સાથે પરત આવી ગયા. ત્યારબાદ તેમને સંગીત સાથે અનોખો લગાવ થઇ ગયો હતો.

તિરુપતિમાં મ્યુઝીક કોલેજમાં શિક્ષા લેવા બાદ તેઓ થોડા જ સમયમાં તેલંગનાની યુનિવર્સીટીમાં ગ્રેજ્યુએટ થઇ જશે ત્યારબાદ તેઓ પીએચડી સુધી ભણવાનું વિચારી રહ્યા છે.

રાવ વાંસળી, કીબોર્ડ અને વાયોલિન પણ વગાડે છે.

શરુ કરવા માંગે છે સંગીત ભારત કેમ્પેઈન 

વધુમાં રાવે કહ્યું હતું કે ૧૨ માર્ચના રોજ તેઓ દિલ્લી આવ્યા હતા અને તેઓ ઇરછે છે કે વડાપ્રધાન સંગીત ભારત કેમ્પેઈન ચાલુ કરે. એટલું જ નહી પણ તેમણે જણાવ્યું હતું કે સ્કુલમાં પણ સંગીત વિષયને અનિવાર્ય કરી દેવો જોઈએ.

દેશમાં ઘણા એવા લોકો પણ છે જે લોકો શોખ હોવા છતાં પસીઅની તંગીના લીધે સંગીત શીખી નથી શકતા. ૧ રૂપિયામાં જ સંગીત શીખવાડવા  બદલ તેઓ કહે છે કે માતા પ્રયત્નો હંમેશા એવા જ રહેશે કે હું ઓછામાં ઓછા રૂપિયામાં વધારે લોકોને સંગીત શીખવાડી શકું.