Turkey Earthquake/ તુર્કી-સીરિયામાં ફરીથી ભૂકંપના આંચકાઃ ત્રણના મોત 200થી વધુ ઇજાગ્રસ્ત

તુર્કીમાં મવારે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણી ઇમારતોને નુકસાન થયું હતું અને ત્રણ લોકો માર્યા ગયા હતા. તમને જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યો હતો, જેના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Top Stories World
Turkey earthquake 1 તુર્કી-સીરિયામાં ફરીથી ભૂકંપના આંચકાઃ ત્રણના મોત 200થી વધુ ઇજાગ્રસ્ત
  • ભૂકંપ તુર્કી-સીરિયા સરહદી ક્ષેત્રથી બે કિમી (1.2 માઇલ) ની ઊંડાઈએ આવ્યો
  • 6.4-ની તીવ્રતાના ભૂકંપથી તુર્કી અને સીરિયા બંનેના સરહદી વિસ્તારોમાં નુકસાન થયું છે
  • સમંદગમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ અને દક્ષિણી હટાય પ્રાંતના અંતાક્યામાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

કુદરત જાણે તુર્કીથી બરોબરની રુઠી હોય તેમ લાગે છે. Turkey Earthquake છ ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપનું રાહત કાર્ય માંડ-માંડ પૂરુ થયું ત્યાં  તુર્કી-સીરિયામાં ફરી એકવાર ભૂકંપના બે જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપ તુર્કી-સીરિયા સરહદી ક્ષેત્રથી બે કિમી (1.2 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો. યુરોપીયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે તુર્કીમાં મવારે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણી ઇમારતોને નુકસાન થયું હતું અને ત્રણ લોકો માર્યા ગયા હતા. તમને જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભૂકંપ . Turkey Earthquake આવ્યો હતો, જેના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

3ના મોત, 213 ઘાયલ, ભૂકંપના 32 આફ્ટરશોક્સ
6.4-ની તીવ્રતાના ભૂકંપથી તુર્કી અને સીરિયા બંનેના સરહદી વિસ્તારોમાં . Turkey Earthquake નુકસાન થયું છે, જ્યાં 6 ફેબ્રુઆરીએ પણ ભૂકંપના કારણે વિનાશ સર્જાયો હતો. તાજા આંચકાને કારણે અગાઉના ભૂકંપથી ક્ષતિગ્રસ્ત થયેલી ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે રાહત કાર્યમાં અડચણ આવી છે, સાથે જ 3 લોકોના મોત થયા છે અને 213 લોકો ઘાયલ થયા છે. ભૂકંપ બાદ અત્યાર સુધીમાં 32 આફ્ટરશોક્સ આવ્યા છે.

ઘણી ઇમારતોને નુકસાન, ઇજિપ્ત અને લેબનોનમાં પણ આંચકા
તુર્કીની ડિઝાસ્ટર એજન્સીના જણાવ્યા અનુસાર, સમંદગમાં 5.8ની તીવ્રતાનો . Turkey Earthquake ભૂકંપ અને દક્ષિણી હટાય પ્રાંતના અંતાક્યામાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂતકાળમાં આવેલા જોરદાર ભૂકંપના કારણે લોકો હજુ પણ ગભરાટમાં છે. આજે 6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા બાદ તરત જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને ચારેબાજુ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. રોઇટર્સના જણાવ્યા અનુસાર, તેનું કેન્દ્ર તુર્કીના અંતાક્યા શહેરમાં હતું અને તેણે ઘણી ઇમારતોને નુકસાનની જાણ કરી છે. રોયટર્સ અનુસાર, ભૂકંપના આંચકા ઇજિપ્ત અને લેબેનોનમાં પણ અનુભવાયા હતા.

6 ફેબ્રુઆરીએ એક તીવ્ર ભૂકંપ આવ્યો હતો, હજારો લોકો મૃત્યુ પામ્યા હતા
6 ફેબ્રુઆરીએ પણ તુર્કી-સીરિયામાં ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપથી બંને દેશોમાં . Turkey Earthquake ભારે તબાહી મચી ગઈ હતી. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં કુલ 45000 થી વધુ લોકોના મોત થયા છે અને આંકડો દરરોજ વધી રહ્યો છે. ભૂકંપની તીવ્રતા 7.8 હોવાને કારણે હજારો ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને લાખો લોકો તેમાં ફસાયા હતા. ઝડપી બચાવ કામગીરી છતાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા.

 

આ પણ વાંચોઃ Atom Bomb/ પાકિસ્તાનના વૈજ્ઞાનિકનો પરમાણુ બોમ્બ અંગે ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચોઃ Surat/ કુમાર કાનાણી-બસ ઓપરેટર્સ, આવતીકાલથી ખાનગી લક્ઝરી બસ સુરતમાં નહિ પ્રવેશે

આ પણ વાંચોઃ Gautam Adani/ હિંડનબર્ગ વિવાદ બાદ અદાણીનો બદલાયેલો મૂડ, આ દિગ્ગજ માટે બોલી નહીં લગાવે