Not Set/ દિલ્હી : મહિલાએ કોન્સ્ટેબલનો પીછો કરતા પોલીસે કર્યુ હવાઇ ફાયરિંગ, વીડિયો થયો વાયરલ

દક્ષિણ પૂર્વ દિલ્હીનાં મદનપુરા ખાદર વિસ્તારમાં દિલ્હી પોલીસનાં એક કોન્સ્ટેબલે પોતાનો જીવ બચાવવા હવામાં ફાયરિંગ કરી હતી. અહી કોન્સ્ટેબલે દારૂ માફિયાઓની ગેંગથી પોતાને બચાવવા આ પગલા ભરવા પડ્યાં હતા. આ મામલે પોલીસે એકની ધરપકડ કરી છે. પોલીસે તમામની ધરપકડ કરવા દરોડા પાડ્યા છે. મોટાભાગનાં લોકોની ઓળખ થઈ ગઇ છે. વળી આરોપીઓ પોતાનું ઘર બંધ કરી […]

India
police constable firing દિલ્હી : મહિલાએ કોન્સ્ટેબલનો પીછો કરતા પોલીસે કર્યુ હવાઇ ફાયરિંગ, વીડિયો થયો વાયરલ

દક્ષિણ પૂર્વ દિલ્હીનાં મદનપુરા ખાદર વિસ્તારમાં દિલ્હી પોલીસનાં એક કોન્સ્ટેબલે પોતાનો જીવ બચાવવા હવામાં ફાયરિંગ કરી હતી. અહી કોન્સ્ટેબલે દારૂ માફિયાઓની ગેંગથી પોતાને બચાવવા આ પગલા ભરવા પડ્યાં હતા. આ મામલે પોલીસે એકની ધરપકડ કરી છે. પોલીસે તમામની ધરપકડ કરવા દરોડા પાડ્યા છે. મોટાભાગનાં લોકોની ઓળખ થઈ ગઇ છે. વળી આરોપીઓ પોતાનું ઘર બંધ કરી ભાગી છૂટયા હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. આ વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ હટાવી દેવામાં આવી છે. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

Police Constable1 દિલ્હી : મહિલાએ કોન્સ્ટેબલનો પીછો કરતા પોલીસે કર્યુ હવાઇ ફાયરિંગ, વીડિયો થયો વાયરલ

વીડિયોમાં જોઇ શકાય છે કે, પોલીસકર્મી લોકો સાથે લાંબા સમય સુધી ચર્ચા કરે છે. જ્યારે એક મહિલા કોન્સ્ટેબલની સાથે અભદ્ર વર્તન કરતી પણ જોવા મળી. તેણે ઘણા અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો. થોડી વારમાં જ તે મહિલા પોલીસકર્મીની પાછળ પડી જાય છે. પોલીસ કોન્સ્ટેબલે પોતાના સંરક્ષણમાં પહેલા ફાયરિંગ કર્યુ અને બાદમાં તેણે ત્યાથી ભાગી જવુ જરૂરી સમજ્યુ હતુ.

 

મળતી માહિતી અનુસાર, દિલ્હીનાં મદનપુરા ખાદર વિસ્તારમાં દારૂ માફિયાઓ વધી ગયા હતા જેને લઇને પોલીસે ત્યા અમુક લોકો સાથે પુછપરછ કરવાની શરૂ કરી ત્યારે જ સ્થાનિક મહિલા અને અન્ય લોકોએ તેને ઘેરવાનો પ્રયત્ન કર્યો જેમા પોલીસ ક્ન્સ્ટેબલે પોતાનો બચાવ કરવા માટે હવામાં ફાયરિંગ કર્યુ હતુ. વીડિયો હાલમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.