કૃષિ આંદોલન/ ખેડૂત આંદોલનને સમર્થન આપનાર ગ્રેટા થનબર્ગ વિરુદ્ધ દિલ્હી પોલીસે નોંધી FIR

ગ્રેટાનાં ખેડૂત આંદોલનને સમર્થન આપતા ટ્વિટ પછી ભારતમાં તેની વિરુદ્ધ સતત નિવેદનો સામે આવી રહ્યા છે અને હવે દિલ્હી પોલીસે પણ FIR નોંધી છે.

Trending
PICTURE 4 40 ખેડૂત આંદોલનને સમર્થન આપનાર ગ્રેટા થનબર્ગ વિરુદ્ધ દિલ્હી પોલીસે નોંધી FIR

ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ફરી એકવાર ખેડૂત આંદોલન અંગે ટ્વીટ કર્યું છે, જેમાં તેણે કહ્યું છે કે તે હજી પણ ખેડૂતો અને તેમના શાંતિપૂર્ણ પ્રદર્શન સાથે ઉભી છે. આપને જણાવી દઇએ કે, ગ્રેટાનાં ખેડૂત આંદોલનને સમર્થન આપતા ટ્વિટ પછી ભારતમાં તેની વિરુદ્ધ સતત નિવેદનો સામે આવી રહ્યા છે અને હવે દિલ્હી પોલીસે પણ FIR નોંધી છે. હવે તમામ નિવેદન બાદ ગ્રેટાએ ફરી એકવાર ટ્વિટ કરીને ખેડૂતોને ટેકો આપ્યો છે.

નવા કૃષિ કાયદાનાં વિરોધમાં દેશની રાજધાની દિલ્હીમાં લગભગ અઢી મહિનાઓથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. અનેક વિદેશી હસ્તીઓએ પણ આ આંદોલન અંગે ટિપ્પણી કરી છે. દરમિયાન, સ્વીડનમાં રહેતી ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગનાં એક ટ્વીટને લઇને દિલ્હી પોલીસે તેની વિરુદ્ધ કેસ નોંધી દીધો છે. ગ્રેટા વિરુદ્ધ કલમ 153 એ, 120 બી હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. દુનિયાભરમાં ખ્યાતનામ પોપ સિંગર રિહાના દ્વારા ભારતમાં ખેડૂતોનાં વિરોધ પ્રદર્શનો તરફ ધ્યાન આકર્ષિત કર્યા બાદ ખેડૂત આંદોલનની સાથે એકતા બતાવતા ગ્રેટા થનબર્ગે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યુ હતુ. તેમણે ખેડૂત આંદોલનને ટેકો આપતા અન્ય એક ટ્વીટ કર્યા જેમાં તેણે ટૂલ કીટ શેર કરી હતી. જેમાં આંદોલનની પદ્ધતિઓને લઇને લખવામાં આવ્યુ હતુ.

જાણો સમગ્ર મામલો

આપને જણાવી દઈએ કે, ભારતમાં બે મહિનાથી વધુ સમય, ખેડૂતો કૃષિ કાયદા વિરુદ્ધ રસ્તાઓ પર ઉતર્યા છે. વિરોધ દરમિયાન થયેલી હિંસા બાદ સરકારે દિલ્હીની સરહદો પર ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેને લઇને સમગ્ર વિશ્વમાં રિપોર્ટિંગ થયુ છે. સીએનએન એ તેના વિશે એક લેખ પણ પ્રકાશિત કર્યો હતો, જેને પ્રથમ હોલીવૂડનાં પોપ સ્ટાર અને 10 કરોડથી વધુ ટ્વિટર ફોલોઅર્સ ધરાવનાર રિહાનાએ શેર કર્યો હતો. તેણે ખેડૂતોનાં સમર્થનમાં કહ્યું કે, આ અંગે કેમ કોઈ ચર્ચા નથી થઇ રહી?

World / મ્યાનમારમાં લશ્કરી શાસન બાદ મોટું પગલું, આ સોશિયલ પ્લેટફોર્મ પર પ્રતિબંધ

Prison / રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ટીકાકાર નવલનીને ત્રણ વર્ષની જેલ, હિંસા ભડકવાના સંકેત

Myanmar / મ્યાનમારમાં સત્તા પલટો, આંગ સાન સૂ ચી પર અનેક આરોપો, 15મી સુધી કસ્ટડીમાં

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો