Not Set/ દિલ્હી : ચાલુ લગ્નમાં દુલ્હનના પગ પર અજાણ્યા વ્યક્તિએ ચલાવી દીધી ગોળી અને પછી….

દિલ્હીમાં ચાલુ લગ્નમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને લઈને સૌ કોઈ દંગ રહી ગયા છે. શકરપુરમાં લગ્નના કાર્યક્રમમાં એક અજાણ્યો વ્યક્તિ દુલ્હનને ગોળી મારીને ભાગી ગયો હતો. દુલ્હનના પગ પર ગોળી વાગી હતી જેને લઈને તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. Delhi: A woman was shot in her legs at […]

Top Stories India Trending
દિલ્હી : ચાલુ લગ્નમાં દુલ્હનના પગ પર અજાણ્યા વ્યક્તિએ ચલાવી દીધી ગોળી અને પછી....

દિલ્હીમાં ચાલુ લગ્નમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને લઈને સૌ કોઈ દંગ રહી ગયા છે.

શકરપુરમાં લગ્નના કાર્યક્રમમાં એક અજાણ્યો વ્યક્તિ દુલ્હનને ગોળી મારીને ભાગી ગયો હતો. દુલ્હનના પગ પર ગોળી વાગી હતી જેને લઈને તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.

લગ્નમાં આવી ઘટના જોઇને સૌ કોઈ દંગ રહી ગયા હતા.

હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ તે લોકોના લગ્ન કરાવવામાં આવ્યા હતા. વરરાજાને જયારે આ ઘટના વિષે પૂછવામાં આવ્યું તેણે કહ્યું કે મને આ વિશે કઈ જ નથી ખબર કે તે અજાણ્યો માણસ કોણ હતો. ગોળી છોકરીના પગમાં વાગી હતી.

લગ્ન પૂરું થયા બાદ પોલીસે આ મામલે તપાસ શરુ કરી દીધી હતી. જોવાની વાત એ છે કે દુલ્હા-દુલ્હન બંનેમાંથી કોઈને ખબર નથી કે અજાણ્યા માણસ દ્વારા ગોળી ચલાવવામાં આવી તે કોણ હતો.