Not Set/ #DelhiAssemblyElection2020/ કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ AAP કાર્યકર્તાને મારી થપ્પડ

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચે દિલ્હીમાં મતદાન માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ચાંદની ચોકથી કોંગ્રેસનાં ઉમેદવાર અલકા લાંબાએ આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાને થપ્પડ માર્યો છે. આપ કાર્યકર્તાનું નામ ધર્મેશ હોવાનુ સામે આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, અલકા લાંબા આમ […]

Top Stories Gujarat Assembly Election 2022
Alka Lamba #DelhiAssemblyElection2020/ કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ AAP કાર્યકર્તાને મારી થપ્પડ

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચે દિલ્હીમાં મતદાન માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ચાંદની ચોકથી કોંગ્રેસનાં ઉમેદવાર અલકા લાંબાએ આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાને થપ્પડ માર્યો છે. આપ કાર્યકર્તાનું નામ ધર્મેશ હોવાનુ સામે આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, અલકા લાંબા આમ આદમી પાર્ટી છોડીને ગત વર્ષે કોંગ્રેસમાં જોડાયા હતા.

આપ કાર્યકર્તાએ આક્ષેપ કર્યો હતો કે, અલકા લાંબા પોલીંગ બૂથની અંદર પ્રવેશી રહ્યા હતા, જ્યા તેઓ બૂથ કૈપ્ટરિંગની તૈયારી કરી રહ્યા હતા. યુવકે આરોપ લગાવ્યો હતો કે, પોલીસ કંઇ કરી રહી નથી અને મુક દર્શક બની રહી છે. આપ કાર્યકર્તાએ કહ્યું કે, તે અલકા લાંબાનો પોલિંગ બૂથ પર આવવાનો વિરોધ કરી રહ્યો હતો. વળી આપ નાં રાજ્યસભાનાં સાંસદ સંજયસિંહે કહ્યું કે પાર્ટી ચૂંટણી પંચને આ વિશે ફરિયાદ કરશે.

ગત વર્ષે, આમ આદમી પાર્ટીથી બળવો કર્યા બાદ અલકા લાંબા ફરીથી કોંગ્રેસમાં જોડાઇ હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ચાંદની ચોકથી અલકા લાંબાને ટિકિટ આપી છે. ગત ચૂંટણીમાં આ જ બેઠક જીત્યા બાદ અલકા વિધાનસભા પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.