Not Set/ #DelhiResult2020/ PM મોદીએ જીત બદલ કેજરીવાલને પાઠવ્યા અભિનંદન, દિલ્હી CM એ આપ્યો આ જવાબ

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીને 62 બેઠકો મળી છે, જ્યારે ભાજપને માત્ર 8 બેઠકો મળી શકી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપ નાં વિજય માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા છે. તેના જવાબમાં કેજરીવાલે પણ તેમનો આભાર માન્યો હતો […]

Top Stories India
CM Kejriwal and PM Modi #DelhiResult2020/ PM મોદીએ જીત બદલ કેજરીવાલને પાઠવ્યા અભિનંદન, દિલ્હી CM એ આપ્યો આ જવાબ

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીને 62 બેઠકો મળી છે, જ્યારે ભાજપને માત્ર 8 બેઠકો મળી શકી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપ નાં વિજય માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા છે. તેના જવાબમાં કેજરીવાલે પણ તેમનો આભાર માન્યો હતો અને દિલ્હીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા માટે સહયોગની આશા વ્યક્ત કરી હતી.

આપ ની જબરદસ્ત જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વિજય માટે અભિનંદન. હું દિલ્હીની જનતાને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા શુભકામના પાઠવું છું. જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન મોદીનો આભાર માન્યો. તેમણે ટ્વીટ કર્યું, ખૂબ ખૂબ આભાર સર. હું આપણી કેપિટલ સિટીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા માટે કેન્દ્રની સાથે મળીને કામ કરવાની આશા રાખુ છું.

આ અગાઉ, ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ અરવિંદ કેજરીવાલને દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, ‘ભાજપ આ આદેશ સ્વીકારશે અને રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવશે અને રાજ્યનાં વિકાસને લગતા દરેક મુદ્દાને સ્પષ્ટપણે ઉઠાવશે. આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીનો વિકાસ કરશે એવા વિશ્વાસ સાથે, હું અરવિંદ કેજરીવાલ અને તેમના પક્ષને અભિનંદન પાઠવું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.