Not Set/ #DelhiAssemblyElectionResult2020/ કોંગ્રેસનાં કયા નેતાએ જય બજરંગ બલી લખીને કેજરીવાલને આપી શુભકામનાઓ, જાણો

મુંબઇ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સંભવિત જીત બદલ અરવિંદ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા છે. નિરૂપમે ટ્વિટ કરીને લખ્યું છે કે, અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમને દિલ્હીની ધરતી પરની જીત બદલ અભિનંદન. જય બજરંગ બલી. નિરુપમે કેજરીવાલને અભિનંદન આપ્યા છે, જોકે તેમની પાર્ટી કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. દિલ્હી […]

Top Stories India
arvind kejriwal #DelhiAssemblyElectionResult2020/ કોંગ્રેસનાં કયા નેતાએ જય બજરંગ બલી લખીને કેજરીવાલને આપી શુભકામનાઓ, જાણો

મુંબઇ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સંભવિત જીત બદલ અરવિંદ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા છે. નિરૂપમે ટ્વિટ કરીને લખ્યું છે કે, અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમને દિલ્હીની ધરતી પરની જીત બદલ અભિનંદન. જય બજરંગ બલી. નિરુપમે કેજરીવાલને અભિનંદન આપ્યા છે, જોકે તેમની પાર્ટી કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી.

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર આજે મતગણતરી થઈ રહી છે. આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. દિલ્હીમાં બહુમતી માટે 36 બેઠકોની જરૂર છે. આમ આદમી પાર્ટીએ લગભગ 50 બેઠકો પર સ્પષ્ટ લીડ બનાવી લીધી છે. અત્યાર સુધીનાં વલણોમાં, આપ ને 55 અને ભાજપને 15 બેઠકો મળી રહી છે. આપ સતત ત્રીજી વખત દિલ્હીમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. જોકે, ભાજપે જબરદસ્ત વાપસી કરી છે. 2015 માં ભાજપે કુલ ત્રણ બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે પાર્ટી 15 બેઠકો પર આગળ ચાલી રહી છે. એવી ઘણી બેઠકો પર ભાજપે આગેવાની બનાવી લીધી છે, જેના પર AAP ને મજબૂત પ્રભાવ માનવામાં આવી રહ્યો હતો.

Sanjay Nirupam #DelhiAssemblyElectionResult2020/ કોંગ્રેસનાં કયા નેતાએ જય બજરંગ બલી લખીને કેજરીવાલને આપી શુભકામનાઓ, જાણો

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. ચૂંટણીમાં કુલ 62.59 ટકા મતદાન થયું હતું. જેનાં પરિણામો આજે આવી રહ્યા છે. 2015 ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70 માંથી 67 વિધાનસભા બેઠકો જીતી હતી. ભાજપે ત્રણ બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.