સમસ્યા/ છોટાઉદેપુરનાં પાવીજેતપુરના કદવાલ રેફરલ હોસ્પિટલમાં એક્સ-રે મશીનની માગ

છોટાઉદેપુર દ્વારા પાવીજેતપુર તાલુકાના ખાનગી ડોક્ટરો માટેનો સેન્સિટાઈઝેશન વર્કશોપ યોજાયો

Gujarat Others Trending
પાવીજેતપુર

છોટાઉદેપુરનાં પાવીજેતપુર તાલુકાના કદવાલ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નવીન એક્સ રે મશીન માટે ધારાસભ્ય અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી.

વધુવિગત અનુસાર પાવીજેતપુરના કદવાલ ખાતે સરકાર દ્વારા અદ્યતન હોસ્પિટલની બિલ્ડીંગ બનાવવામાં આવી છે. પરંતુ આ વિસ્તારમાં વધતા જતા અકસ્માત, ટીબી જેવા અનેક રોગોના નિદાન માટે એક્સ રે મશીન ન હોવાને કારણે લોકોને નજીકના શહેર જેમ કે હાલોલ, બોડેલી, ગોધરા જવું પડતું હોય છે. જેમાં પૈસા સાથે સમયનો પણ વેડફાય છે ત્યારે સરકાર જ્યારે આટલી અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવી છે. નવીન એક્સરે મશીન માટે માગ ઉઠી છે. જેને લઈ સ્થાનિક ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમણભાઈ બારીયા તેમજ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર લખીને નવીન એક્સરે મશીન ફાળવવામાં એવી માંગ કરી છે. આ સાથે ધારાસભ્ય દ્વારા નવીન એમ્બ્યુલન્સ માટેની ખરીદી માટે પણ ગ્રાન્ટ ફાળવી છે. સ્તવરે નવીન એમ્બ્યુલન્સ ખરીદવામાં આવે એવી માગ કરી છે. કદવાલ ખાતેની હોસ્પિટલમાં એક્સરે મશીન આવે તો લોકોની દૂર દૂર શહેરમાં ધક્કા ખાવાની મુશ્કેલી માંથી છુટકારો મળશે.

છોટાઉદેપુર દ્વારા પાવીજેતપુર તાલુકાના ખાનગી ડોક્ટરો માટેનો સેન્સિટાઈઝેશન વર્કશોપ યોજાયો

પાવીજેતપુર

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશના માનનીય વડાપ્રધાન  દ્વારા વર્ષ ૨૦૨૫ સુધી માં દેશમાં થી ટીબી રોગ નાબૂદી માટે શરું કરવામાં આવેલ અભિયાન અંતર્ગત સમુદાય માંથી સૌની ભાગીદારી રહે તે માટે  જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા પાવીજેતપુર તાલુકાના ખાનગી ડોક્ટરો માટે નો સેન્સિટાઈઝેશન વર્કશોપ યોજાયો હતો. જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તથા રાજ્ય કક્ષાએથી ઉપસ્થિત રહેલ એનટીઇપી ડબલ્યુએચઓ કલ્સટંન્ટ ડો. જયદીપ ઓઝા એ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ માં ખાનગી ડોક્ટરો કઇ રીતે મદદરૂપ થઇ શકે અને રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ  વિશે વિસ્તૃત માહિતી આપી હતી , જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો વિકાસ રંજન તથા  સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર વિનોદ વણકર તથા પાવીજેતપુર તાલુકાના ખાનગી તબીબો ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તમામ મેડિકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.

પાવીજેતપુર

આ પણ વાંચો : વલસાડમાં વિદ્યાર્થીને રમવું હતું વિડીયોગેમ અને માતાએ શાળાએ સ્કુલે જવાનું કહેતા બાળકે લગાવી મોતની છલાંગ