માંગ/ પ્રાથમિક સ્કૂલોમાં વહેલુ ઉનાળુ વેકેશન જાહેર કરવા માંગ

ઉનાળુ વેકેશન વહેલુ જાહેર કરવાની માંગ

Gujarat
school પ્રાથમિક સ્કૂલોમાં વહેલુ ઉનાળુ વેકેશન જાહેર કરવા માંગ

રાજ્યમાં કોરોનાના ભયંકર હાલત છે અને કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે.આવી પરિસ્થિતિ હોવાથી ગુજરાત પ્રાથમિક શિક્ષક મહાસંઘે સરકારને કહ્યું કે દર વર્ષે મે મહિનામાં ઉનાળુ વેકેશન જાહેર થાય છે.પરતું આ વખતે કોરોના મહામારીના લીધે વેકેશન વહેલું જાહેર કરવાની માંગ કરી છે.ઉપરાંત શિક્ષકોને પણ સ્કૂલમાં બોલાવવામાં આવે નહિ.

દર વર્ષે મે મહિનામાં ઉનાળુ વેકેશન જાહેર થાય છે.પરતું કોરોનાની મહામારીના લીધે વહેલું વેકેશનની માંગ કરવામાં આવી છે.કોરોનાના લીધે સ્કૂલો બંધ છે તો સરકારે વહેલી તકે વકેશન જાહેર કરવું જાેઇએ.

રાજ્યમાં 10 અને 12ની બોર્ડની પરિક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે.શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ઓફલાઇન શિક્ષણ બંધ છે. ત્યારે પ્રાથમિક સ્કૂલોમાં સત્તાવાર વકેશન જાહેર કરવું જાેઇએ.બોર્ડ સિવાયના અન્ય ધોરણો માં માસ પ્રમોશન જાહેર કરવામાં આવ્યું છે.પ્રાથમિક શૈક્ષણિક મહા સંઘ તરફથી સરકાર તરફ માંગણી કરવામાં આવી છે. શિક્ષકોને પણ સ્કૂલમાં બોલાવવામાં ના આવે એવી પણ માંગણી કરી છે.