સુરત/ કામરેજમાં કરાયું ડીમોલલેશન : તોડી પડાયા ગેરદાયદેસર બાંધકામ

સવારથી શરૂ કરાયેલ પ્રક્રિયામાં 30થી વધુ લારી, ગલ્લાઓ હટાવવામાં આવ્યાં હતાં અને શોપિંગ સેન્ટરનું ડીમોલેશન કરવામાં આવ્યુ છે.

Gujarat Surat Uncategorized
સુરત

સુરતનાં  કામરેજ ચાર રસ્તા ઉપર સુડા અને SMC દ્રારા ડીમોલેશની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  છેલ્લાં ઘણા સમયથી કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં અનેક ગેરકાયદે બાંધકામોની ફરિયાદ આવતી હતી જેના પગલે તંત્ર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી.

સુરત

મળતી માહિતી અનુસાર સુરતમાં કામરેજ ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા કરવા તેમજ મળતી ફરિયાદ અંગે પગલાં ભરતા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બુધવારે વહેલી સવારથી ગેરકાયદેસર બાધેલા શોપિંગસેન્ટર ઉપર અધિકારીઓએ હથોડો ઝીંકયો હતો અને સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કામરેજ ચાર રસ્તાથી સુરત જતા માર્ગ પર આવેલ તાલુકા પંચાયતની બાજુમાં પ્રથમ  કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે કામગીરીમાં SMC પણ ડીમોલેશન કામગીરીમાં જોડાઈ હતી અને રોડ ઉપર ઊભા રહેતા લારી ગલ્લા ઉઠાવાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સૂડા દ્વારા કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં ડીમોલિસન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.  સવારથી શરૂ કરાયેલ પ્રક્રિયામાં 30થી વધુ લારી, ગલ્લાઓ હટાવવામાં આવ્યાં હતાં અને 1 શોપિંગ સેન્ટરનું ડીમોલેશન કરવામાં આવ્યુ છે. ડીમોલેશનની કામગીરીમાં સુડાનાં અધિકારીઓ જોડાયા હતા. સુડાના ઇન્ચાર્જ ડેપ્યુટી કલેકટર ઇન્દ્રબાલા યુ કુમારની આગેવાની ડીમોલેશન કામગીરી શરુ કરવામાં આવી છે. આ ડીમોલેશન માટે કેટલાક સ્થાનિકોઈ વિરોધ પણ નોંધાવ્યો હતો.

સુરત

આ પણ વાંચો : કોણ છે દ્રૌપદી મુર્મુ અને ભાજપે તેમને શા માટે કર્યા પસંદ?