Navratri 2022/ રાવણના વંશજો સુરતમાં ? એક પરિવારની અનોખી સરનેમ

સુરતના પીપલોદ વિસ્તાર મા મહેશ ભાઈ તેમના પરિવાર સાથે રહે છે.તેમની સરનેમ વિશે તેમને જણાવ્યું હતું કે પાંચ પેઢીથી અમારી આ સરનેમ પડી ગઈ છે.

Gujarat Surat Navratri culture Navratri 2022
સરનેમ
  • આ પરિવારની સરનેમ છે, લંકાપતિ
  • લોકો કઈ રહ્યા છે, રાવણના વંશજો
  • સરનેમે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

સુરતમાં એક પરિવારની સરનેમે તેમને અનોખી પ્રસિદ્ધિ અપાવી છે.સરનેમ જાણી તમે પણ વિચારમાં પડી જશો.આ પરિવારની સરનેમ છે, લંકાપતિ અને. રાવણ લંકાનો રાજા હતો, આથી તેને  લંકા પતિ કહેવાતા હતા જોકે આ પરિવારની સરનેમ પણ લંકા પતિ હોવાથી લોકો તેમને રાવણના વંશજો  કહી રહ્યા છે.અને આ  અનોખી સરનેમે  ઈન્ટરનેટમાં પણ ધૂમ મચાવે છે. જો ગૂગલ પર લંકાપતિ સર્ચ કરીએ તો એક તો રાવણને જોવા મળે છે પણ સાથે સાથે આ   લંકાપતિ પરિવારનું નામ પણ આવે છે.

સુરત માં એક પરિવાર ની સરનેમે તેમને અનોખી પ્રસિદ્ધિ અપાવી છે.સરનેમ જાણી તમે પણ વિચારમાં પડી જશે..આ પરિવાર ની સરનેમ છે લંકાપતિ.રાવણ લંકા નો રાજા હતો તેથી તેમને લંકા પતિ કહેવાતા હતા જોકે આ પરિવાર ની સરનેમ પણ લંકા પતિ હોવાથી લોકો તેમને રાવણ ના પૂર્વજો કહી રહ્યા છે.

સુરતના પીપલોદ વિસ્તાર મા મહેશ ભાઈ તેમના પરિવાર સાથે રહે છે.તેમની સરનેમ વિશે તેમને જણાવ્યું હતું કે પાંચ પેઢીથી અમારી આ સરનેમ પડી ગઈ છે. એક સમયે સુરત સિટી ને બદલે નાનાં નાનાં ગામોમાં કે વિસ્તારોમાં વહેંચાયેલું હતું. ત્યારે આ સમયમાં સલાબતપુરા પાસે મિતુલના દાદાના પરદાદા કાલિદાસ ગોટાવાલા રામમંદિર પાસે વસવાટ કરતા હતા.અને રોજ રાત્રે જમ્યા પછી રામમંદિરના ચોરા પર મંદિરના મહારાજનો સત્સંગ સાંભળવા જતા હતા. કાલિદાસ ગોટાવાલા પોતાની ભરાવદાર મૂંછ અને મજબૂત કદ કાઠીના હતા, તેઓ રામલીલા મા પણ રાવણ નું પાત્ર ભજવતા હતા.પરંતુ એક દિવસ રાતના સત્સંગમાં કોઈ કારણસર પહોંચ્યા નહીં અને મંદિરના મહારાજને તેમનું નામ યાદ નહીં હોવાથી તેમના કદ અને મૂંછો પરથી લોકોને એમ પૂછ્યું કે પેલા લંકાપતિ રાવણ જેવા દેખાય છે તેઓ આજે કેમ નથી આવ્યા. ત્યારથી લોકો તેમને લંકાપતિ રાવણના નામથી બોલાવતા હતા. આ રીતે કાલિદાસ ગોટાવાલાની સરનેમ લંકાપતિ પડી હતી.

અનોખી સરનેમ ઈન્ટરનેટમાં પણ ધૂમ મચાવે છે. ગૂગલ પર લંકાપતિ સર્ચ કરીએ તો એક તો રાવણને દર્શાવે છે. બીજું લંકાપતિ પરિવારનું નામ આવે છે. દેશમાં કદાચ  એક જ પરિવારની સરનેમ લંકાપતિ હશે. લંકાપતિ સરનેમના કારણે પરિવારના દરેક સભ્યોને રાવણ અને રામ તથા રામાયણ વિશે પણ પૂરતું નોલેજ આવી ગયું છે, કારણ કે લોકો જ્યારે લંકાપતિ સરનેમ કહે છે અને પછી બધું પૂછે ત્યારે તેમને અલગ અલગ સવાલોના અલગ અલગ જવાબો આપવા પડતા હોય છે, જેના કારણે તેમનું ધાર્મિક નોલેજ પણ ખૂબ સારું થયું છે.

સરનેમ ને લઈ તેઓ જ્યારે દક્ષિણ ભારત  માં ફરવા ગયા હતા ત્યાં હોટલ માં નામ આપ્યું તો હોટલ.ના લોકો તેમની સરનેમ ના કારણે પ્રભાવિત થયા હતા જેથી તેમને સરનેમ ના કારણે અનેક ફાયદા થયા છે.

આ પણ વાંચો:સીતાહરણ પહેલા રાવણને અયોધ્યામાં આવ્યો હાર્ટ એટેક, મૃત્યુને અભિનય સમજીને પ્રેક્ષકો પાડતારહ્યા તાળીઓ, જુઓ

આ પણ વાંચો:દશેરાના દિવસે વધુ એક દુર્ઘટના, ભટારમાં લિફટ તુટતા એકનું મોત,પાંચ ઘાયલ

આ પણ વાંચો: ગુજરાતમાં અલગ-અલગ અકસ્માતમાં 4 લોકોના મોત