તમારા માટે/ મહેનત કરવા છતાં ગરીબી નથી થતી દૂર, ફેંગુ શુઈ શાસ્ત્રના અજમાવો આ ઉપાય

આજે તમામ લોકો મહેનત કરી રહ્યા છે. છતાં ગમે તેટલી મહેનત કરો તે મુજબનું ફળ મળતું નથી. ફેંગુ શુઈ શાસ્ત્રમાં તેના ઉપાય છે જે અજમાવી તમે ગરીબી દૂર કરી શકો છો.

Trending Dharma & Bhakti
Beginners guide to 2024 05 13T163921.970 મહેનત કરવા છતાં ગરીબી નથી થતી દૂર, ફેંગુ શુઈ શાસ્ત્રના અજમાવો આ ઉપાય

ફેંગુ શુઈ શાસ્ત્ર : આજે તમામ લોકો મહેનત કરી રહ્યા છે. છતાં ગમે તેટલી મહેનત કરો તે મુજબનું ફળ મળતું નથી. આ બાબત ઘણી વખત તમારા ઘરમાં રહેલ નકારાત્મકતા અથવા કોઈ દોષ દર્શાવે છે. વાસ્તુશાસ્ત્રમાં નકારાત્મકતા અને ગરીબી દૂર કરવાના સચોટ ઉપાય હોય છે. બે શબ્દોથી બનેલા ફેંગ શુઇ શાસ્ત્ર મુજબ ચાઈનીઝ સિક્કા, જેડ પ્લાન્ટ જેવા કેટલાક ઉપાયો અજમાવી તમે ઘરમાં રહેલ નકરાત્મકાતા દૂર કરી શકો છો. ફેંગ એટલે હવા અને શુઇ એટલે પાણી. તમારા ઘરમાં નેગેટિવ એનર્જી વધી ગઈ છે અને ખર્ચાઓ દિવસેને દિવસે વધી રહ્યા હોય તો ફેંગશુઈનીઆ અસરકારક ટિપ્સ અપનાવો.

ચાઈનીઝ સિક્કા- ફેંગશુઈના જ્ઞાનમાં ચાઈનીઝ સિક્કાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ સિક્કાઓને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી ગરીબી દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે.

જેડ પ્લાન્ટઃ- જેડ પ્લાન્ટ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ છોડને ઘરના પ્રવેશદ્વાર પર રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ છોડ ઓક્સિજન તો વધારશે જ પરંતુ સુખ-સમૃદ્ધિ પણ વધારશે.

કાચબોઃ- ફેંગશુઈના જ્ઞાન અનુસાર ઘરમાં કાચબો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરની ઉત્તર દિશા ધનના દેવતા કુબેરજી સાથે સંબંધિત છે. તેથી ઉત્તર દિશામાં પાણીના વાસણમાં કાચબો રાખવાથી આર્થિક સમસ્યા દૂર થઈ શકે છે. ઉત્તર દિશામાં કાચબો રાખવાથી ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે.

સ્વચ્છતા- હંમેશા ધ્યાનમાં રાખો કે તમારા મુખ્ય પ્રવેશદ્વાર પર કોઈપણ પ્રકારનો કચરો એકઠો ન થાય. ઘરનું મુખ્ય દ્વાર હંમેશા સાફ રાખવું જોઈએ. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે ઘરના મુખ્ય દરવાજા સહિત કોઈપણ ખૂણામાં અંધારું ન હોવું જોઈએ. ઘરની ઉત્તર દિશા પણ સ્વચ્છ રાખો.

લાફિંગ બુદ્ધાઃ- ફેંગશુઈના જ્ઞાન અનુસાર લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવાથી ઘરની સમૃદ્ધિ જળવાઈ રહે છે. લાફિંગ બુદ્ધ મોટાભાગે મુખ્ય દરવાજાની સામે જ મૂકવો જોઈએ, જેથી ઘરમાં પ્રવેશતાની સાથે જ પહેલી નજર લાફિંગ બુદ્ધ પર પડે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સીબીએસઈનું 10મા ધોરણનું 93.60 ટકા પરિણામ

આ પણ વાંચો: શેરબજાર પર ગૃહમંત્રી અમિતશાહે આપ્યું મોટું નિવેદન ‘4 જૂન પછી સુસ્ત બજારમાં જોવા મળશે સારી તેજી’

આ પણ વાંચો: ભારત અને ઇરાન વચ્ચે ચાબહાર પોર્ટ મામલે આજે થશે મહત્વનો નિર્ણય, પ્રથમ વખત કરશે ભારત પોર્ટનું સંચાલન