કચ્છ/ પ્રજાજનોની  સુખ-શાંતિ સમૃદ્ધિમાં જવાનોની નિષ્ઠા મહત્વપૂર્ણ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

આઝાદીનો  અમૃત મહોત્સવ હેઠળ કચ્છ ધોરડો ખાતે આજરોજ ત્રિરંગા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સરહદના સંત્રીઓ અને સશસ્ત્રદળોના  જવાનો અને પોલીસ સાથે દિવાળીપર્વની ઉજવણી ઉમંગભેર કરી હતી.

Top Stories Gujarat
diwali 6 પ્રજાજનોની  સુખ-શાંતિ સમૃદ્ધિમાં જવાનોની નિષ્ઠા મહત્વપૂર્ણ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને ગૃહ વિભાગના સંયુકત ઉપક્રમે આઝાદીનો  અમૃત મહોત્સવ હેઠળ કચ્છ ધોરડો ખાતે આજરોજ ત્રિરંગા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સરહદના સંત્રીઓ અને સશસ્ત્રદળોના  જવાનો અને પોલીસ સાથે દિવાળીપર્વની ઉજવણી ઉમંગભેર કરી હતી.

રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સરહદના સંત્રીઓને સલામ આપવા સૌને સુરક્ષા પુરી પાડતા જવાનોને  બિરદાવવા અને પોત્સાહિત કરવા દિવાળીપર્વ તેમની સાથે ઉજવવાની પરંપરા પ્રારભ કરી છે જેને આજે પણ રાજ્યમાં યથાવતરૂપે મનાવાય છે. જેની ઉજવણીના ભાગરૂપે આજરોજ રાજ્યની પશ્રિમ સરહદે કચ્છ-ધોરડો ખાતે મુખ્યમંત્રીએ તેમની ટીમ ગુજરાત સાથે દિવાળીપર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

diwali 7 પ્રજાજનોની  સુખ-શાંતિ સમૃદ્ધિમાં જવાનોની નિષ્ઠા મહત્વપૂર્ણ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

કચ્છનાધોરડો ખાતે દિપોત્સવીના પાવન પર્વની ઉજવણી પ્રસંગે જવાનો અને કચ્છની ખમીરવંતી પ્રજા વચ્ચે આવવાનો આનંદ છે એમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જવાનોને બિરદાવતા વધુમાં જણાવ્યુ હતું કે, સારામાં સારી સેવા બોડર પર જવાનો કરી રહ્યા છે પ્રજાજનો જે સુરક્ષા, સુખ અને શાંતિનો અનુભવ કરે છે તેમા તેમની નિષ્ઠા પણ મહત્વની છે એ શિખવા અમે પ્રયત્નશીલ રહીશું.

અમે પણ એવી નિષ્ઠાથી અમારા શાસન દરમ્યાન પ્રજાના  સુખ શાંતિ સમૃદ્ધિ વધારી શકીએ.  છેવાડાના માનવી સુઘી સરકારની દરેક યોજના પહોંચાડીને પ્રજાની સેવા કરવા તત્પર છીએ. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈએ કુટુંબ ભાવનાથી કામ કરવાની પ્રેરણા આપી છે.

diwali 8 પ્રજાજનોની  સુખ-શાંતિ સમૃદ્ધિમાં જવાનોની નિષ્ઠા મહત્વપૂર્ણ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ત્યારે વારે તહેવારે કુટુંબની યાદ આવે એવા દિવાળીના અવસરે અમે અહિં છીએ. આજે બોર્ડર પર કુટુંબ છે ત્યારે તેમનેમળવાનો અવસર છે. દિવાળીના પ્રસંગે આપણે સૌ વચ્ચે ઉજવીએ તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. કચ્છ રણોત્સવ બાદ અહીંના પ્રજાજનો માટે અનેક અવસરો ઉભા થયા છે. પ્રવાસન હબ તરીકે કચ્છનો ખુબ વિકાસ થયો છે. આ તકે મુખ્યમંત્રીએ વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યની રજુઆતને અનુલક્ષીને પાણીની સમસ્યાને નિવારવા તેની કામગીરી ઝડપથી  પૂર્ણ કરવા પ્રયત્ન કરાશે એમ પણ જણાવ્યું હતું.

જવાનોને ઉદ્દેશીને મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર જવાનોની પડખે છે તેમને પડતી મુશ્કેલીઓ નિવારવા પ્રયત્ન કરશે. મુખ્યમંત્રીએ આ તકે સૌને દિપાવલી તેમજ નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

diwali 9 પ્રજાજનોની  સુખ-શાંતિ સમૃદ્ધિમાં જવાનોની નિષ્ઠા મહત્વપૂર્ણ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ભારતની સુરક્ષા માટે સદાય તૈનાત એવા સૈનિકો તેમજ તેમના પરિવારોને વંદન કરતા તેમણે  લોકો સુરક્ષિત અને નિશ્રિંત બનીને જીવન જીવી શકે છે તે માટે સૈન્યનો અભિનંદન સહ આભાર વ્યકત કર્યો હતો. કોરોના કાળમાં તેમજ અન્ય આપત્તિકાળમાં શ્રેષ્ડ કામગીરી કરાનાર પોલીસ વિભાગના સહયોગની સરાહના કરતા તેમને પણ અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાતં જણાવ્યું હતું કે તમામ વ્યવસ્થાઓમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું માર્ગદર્શન પણ  મળી રહે છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા આ સિવાય અન્ય નાના-મોટા  કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું આ તકે કચ્છની ધરતી પર સરહદોના રક્ષણ કાજે ભુજ એરબેજ બનાવનાર કચ્છની વિરાંગનાઓને પણ નમન કર્યા હતા.

diwali 4 પ્રજાજનોની  સુખ-શાંતિ સમૃદ્ધિમાં જવાનોની નિષ્ઠા મહત્વપૂર્ણ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ગૃહ રાજ્યમંત્રીએ બીએસએફના જવાનોને મીઠાઈ આપી શુભકામનાઓ આપી

આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છની સરહદ પર માતૃભૂમિના રક્ષા કરતા બીએસએફના જવાનોને મીઠાઈ આપી દીપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આપણે સૌ જ્યારે ઘરે તહેવારોનો આનંદ લેતા હોઈએ ત્યારે સૈન્યના જવાનો તેમના પરિવારથી દૂર સરહદ પર આપણી માતૃભૂમિની રક્ષા કાજે દિન રાત જોયા વિના તૈનાત હોય છે ત્યારે મંત્રીઓ તેમની સાથે આત્મિયતા કેળવીને દિપાવલી મનાવી રહ્યા છે જે અન્વયે ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છની બી.ઓ. પી. ખરદોઇ સરહદ પર ૭૪ બટાલિયનના બીએસએફ ના જવાનો સાથે જઈ તેમને મીઠાઈ આપી દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની સાથે સંવાદ યોજી તેમના ખબર-અંતર પૂછ્યા હતા.

diwali 5 પ્રજાજનોની  સુખ-શાંતિ સમૃદ્ધિમાં જવાનોની નિષ્ઠા મહત્વપૂર્ણ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

આ તકે ૭૪બટાલિયાન કમાન્ડો અવિનાશજી એ કચ્છની સરહદ વિશે મંત્રીશ્રીને વિગતે માહિતગાર કર્યા હતા. આ તકે મંત્રી સાથે કચ્છ- મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, અગ્રણી રત્નાકરજી, પ્રદીપસિંહ વાઘેલા, દિલીપભાઈ દેશમુખ, તાપસ શાહ, રાહુલ ગોર, શૈલેન્દ્રસિંહ જાડેજા, ડો. મુકેશ ચંદે, ધવલ આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાળો ડુંગર ખાતે દત્તાત્રેય ભગવાનના ચરણોમાં શિશ ઝૂકાવી આશિષ મેળવ્યા હતા. જ્યાં પણ અગ્રણીઓ સાથે મંદિરના ટ્રસ્ટી હીરાલાલ રાજેન્દ્ર પણ જોડાયા હતા.

દિવાળી / જાણો શું છે Green crackers? તેના વેચાણ ઉપર કેમ ભાર મૂકવામાં આવી રહ્યો છે ?

દિવાળીનો ઈતિહાસ / દિવાળીની કેટલીક રોચક કથાઓ, શા માટે ઉજવાય છે દિવાળીનો મહાપર્વ

મોટી જાહેરાત / કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો આટલા રૂપિયાનો ઘટાડો…જાણો