પીએમ જય યોજના હેઠળ કાર્ય કરતી હોસ્પિટલના પ્રશ્નોનું કોઈપણ નિરાકરણ ન આવવાથી આ હોસ્પિટલના એસોસિએશન દ્વારા તારીખ 20 ફેબ્રુઆરી 2024 ના રોજ આપેલી પ્રેસ નોટ અને ઈમેલ દ્વારા સરકારને તથા પીએમ જય યોજનાના અધિકારીઓને આખરી ઉપાય તરીકે હોસ્પિટલો તારીખ 26 થી 29 ફેબ્રુઆરી સુધી પીએમજય યોજનામાં સારવારથી અળગી રહેશે એવું જણાવ્યા પછી સરકારના અને પીએમજય યોજનાના અધિકારીઓએ હોસ્પિટલના એસોસિયેશનના સભ્યોને ચર્ચા માટે બોલાવેલા. આથી તારીખ 21 ફેબ્રુઆરીના રોજ પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરી માનનીય શ્રી ધનંજય દ્વિવેદી સાહેબ, હેલ્થ કમિશનર હર્ષદ પટેલ , પીએમ જય યોજનાના ગુજરાતના અધિકારી માનનીય ડોક્ટર શૈલેષ આનંદ , બજાજ ઇન્સ્યોરન્સના અધિકારીઓ તથા પ્રાઇવેટ હોસ્પિટલના એસોસિએશન PEPHAG ના સભ્યો વચ્ચે ખૂબ જ મહત્વની મીટીંગ યોજાઇ. આ મિટિંગમાં અધિકારીઓએ હોસ્પિટલના બાકી નાણાંની ચુકવણી અને અન્ય પ્રશ્નોના ઉકેલનો પ્રયત્ન કરી રહ્યા છીએ એવું જણાવ્યું પરંતુ આ પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે એની કોઈ બાહેધરી આપી નહીં.
આ ઉપરાંત માનનીય હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલ સાહેબ સાથેની બીજી ફેબ્રુઆરીની મીટીંગ પ્રમાણે તેઓના જણાવ્યા પ્રમાણે લગભગ 300 કરોડ જેટલું હોસ્પિટલનું પેમેન્ટ બાકી છે અને દરેક હોસ્પિટલને ત્રણ દિવસમાં જ પેન્ડિંગ પેમેન્ટ માટેનો દરેક પેશન્ટ વાઇઝ ડેટા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે અને આઠથી દસ દિવસમાં બધું બાકી પેમેન્ટ આવી જશે એવી બાહેધરી આપવામાં આવેલી. પરંતુ તેના લગભગ 20 દિવસ વીતી જવા છતાં પણ કોઈપણ ઈમેલ હોસ્પિટલને મળ્યો નથી અને પેમેન્ટ પણ માત્ર પાંચથી દસ ટકા જેટલું જ આપ્યું છે.
ગઈકાલની મિટિંગમાં અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે 120 કરોડ જેટલું પેમેન્ટ બાકી છે. આમ જોઈએ તો બંને મિટિંગમાં પણ બાકી પેમેન્ટ વિશે વિસંગતતાઓ છે. આ સિવાય ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ અને SHA વચ્ચે પણ પેમેન્ટ બાબતે કોણે કેટલું પેમેન્ટ કરવાનું છે એની સહમતી હજુ સુધી થઈ નથી. આ બધી પરિસ્થિતિઓને જોતા અત્યારે તો એવું પ્રતીત થાય છે કે સોમવારથી જરૂરિયાતમંદ દર્દીઓને પીએમજય યોજના હેઠળ સારવાર માટે માત્ર સરકારી હોસ્પિટલોમાં જ જવું પડશે અને આમ થશે તો આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી ના ડ્રીમ પ્રોજેક્ટ કે જેને લીધે સરકાર અને પ્રાઇવેટ હોસ્પિટલના સહિયારા પ્રયાસથી દરેક ગરીબ દર્દીને પણ સર્વશ્રેષ્ઠ સારવાર મળી રહેશે એવી પીએમજય યોજના પોતે જ ગુજરાતમાં જ બાળમરણ પામે તેવી પરિસ્થિતિ સર્જાય છે.
પ્રધાનમંત્રી જ્યારે આરોગ્યની સેવાઓ સુધારવા માટે છ દિવસમાં છ એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે અને એમાંની એક એમ્સ હોસ્પિટલ રાજકોટ અને રાજકોટની બીજી પુન:નિર્મિત જનાના હોસ્પિટલનું લોકાર્પણ પણ આરોગ્ય સેવાઓમાં સુધારો કરવા માટે કરવાના છે. એની સામે ગુજરાતમાં જ ગરીબ દર્દીઓને આશીર્વાદરૂપ પીએમજય યોજનામાં સારવાર આપતી હોસ્પિટલના પૈસા ચૂકવતા નથી અને એનાથી પીએમજય યોજના પોતે જ માંદગીના બીછાને પડી છે. આ સમયે માનનીય પ્રધાનમંત્રી અને કેન્દ્રના આરોગ્યમંત્રીને વિનંતી છે કે તેઓ આ બાબતે હસ્તક્ષેપ કરી પીએમ જય યોજનામાં જોડાયેલ હોસ્પિટલના પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે થાય એવો પ્રયત્ન કરે.
વધુ માહિતી માટે સંપર્ક કરો :
- ડો. રમેશભાઈ મો. 70167 48781
- ડો. દિવ્યેશ વીરોજા મો. 98252 56578
- ડો. ઉમેશ ગોઘાણી મો. 98253 06544
આ પણ વાંચો:યુવાનો તૈયારીમાં લાગી જજો,રાજ્ય સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી
આ પણ વાંચો:સામ્યાએ માત્ર ૩ દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી બનવાનો ફાસ્ટેસ્ટ દીકરી રેકોર્ડ
આ પણ વાંચો:વિધવા સાથે શારિરીક સંબંધો બનાવીને લાખો રૂપિયા પડાવી લીધા
આ પણ વાંચો:સુરતના બે સગા ભાઇ અને બે સગી બહેનોનો પ્રેમ અધૂરો રહ્યો..આવી રીતે ચારના થયા મોત…
આ પણ વાંચો:પેટમાં દુ:ખાવા બાદ હોસ્પિટલમાં દાખલ 10 વર્ષના બાળકનું મોત