DGP/ પોલીસ વર્તુળોમાં પૂછાતો પ્રશ્નઃ આશિષ ભાટિયા પછી નવા ડીજીપી કોણ

ગુજરાતના વર્તમાન DGP આશિષ ભાટિયા ચાલુ મહિનાની 31મી જાન્યુઆરી તારીખે નિવૃત્ત થશે તેમ નિશ્ચિત છે. ગુજરાતમાં હવે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે તેને ધ્યાનમાં રાખીને વર્તમાન સંજોગોમાં ડીજીપી આશિષ ભાટિયાને ફરી એક્સ્ટેન્શન મળે તેવી સંભાવના ખૂબ જ ઓછી છે. આ સંજોગોમાં રાજ્યના નવા DGP કોણ બનશે તેની ચર્ચા પોલીસ વર્તુળોમાં શરૂ થઈ ચૂકી છે.

Top Stories Gujarat
DGP
  • વર્તમાન ડીજીપી આશિષ ભાટિયા 31 નવેમ્બરે નિવૃત્ત થાય છે
  • અગાઉ ડીજીપી બનતા રહી ગયેલા સંજય શ્રીવાસ્તવનું નામ પ્રબળ દાવેદાર
  • કરવાલ, તોમર અને વિકાસ સહાયના નામ પર થતી ચર્ચા

ગુજરાતના વર્તમાન DGP આશિષ ભાટિયા ચાલુ મહિનાની 31મી જાન્યુઆરી તારીખે નિવૃત્ત થશે તેમ નિશ્ચિત છે. ગુજરાતમાં હવે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે તેને ધ્યાનમાં રાખીને વર્તમાન સંજોગોમાં ડીજીપી આશિષ ભાટિયાને ફરી એક્સ્ટેન્શન મળે તેવી સંભાવના ખૂબ જ ઓછી છે. આ સંજોગોમાં રાજ્યના નવા DGP કોણ બનશે તેની ચર્ચા પોલીસ વર્તુળોમાં શરૂ થઈ ચૂકી છે.

ગુજરાતના સિનિયર મોસ્ટ એવા 1987, 1988 અને 1989 બેચના છ આઇપીએસના નામ DGP બનવા માટે ચર્ચાઈ રહ્યા છે. આ અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ આ વર્ષે એપ્રિલમાં નિવૃત્ત થશે. આ પહેલા તેમને ગુજરાતના DGP બનાવાય તેવી ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચોઃ  બોલ્સોનારોને અમેરિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

સંજય શ્રીવાસ્તવ હાલમાં અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવે છે. સંજય શ્રીવાસ્તવનું નામ આ અગાઉ પણ અગ્રેસર રહ્યુ છે. પણ અગાઉ આશિષ ભાટિયાને એક્સ્ટેન્શન આપવામાં આપવામાં આવતા તેઓ DGP બનતા રહી ગયા હતા. વર્ષ 2020 ની જુલાઈએ ડીજીપી બનેલા આશિષ બાટિયા બે વખત એક્સ્ટેન્શન મેળવ્યા પછી આગામી 31 જાન્યુઆરીએ નિવૃત્ત થશે.

આ પણ વાંચોઃ Twitterમાં થશે આ મોટા ફેરફાર, આ શાનદાર ફિચર મળશે, જાણોગુજરાત સરકાર માટે નવા ડીજીપીની પસંદગી સરળ રહે તેવી કોઈ સંભાવના નથી. પોલીસ વર્તુળો અને સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવ સિવાય કરવાલ, તોમર અને વિકાસ સહાયના નામની પણ ચર્ચા થઈ રહી છે. આ સંજોગોમાં હવે ડીજીપી તરીકે ગુજરાત સરકાર પસંદગીનો કળશ કોના પર ઢોળે તે નિર્ણય ઘણો મહત્વનો રહેશે. પોલીસ બેડામાં પણ નવા ડીજીપીને લઈને ઘણી ઉત્સુકતા છે.

 

આ પણ વાંચોઃ

રાજયને સિવિલ કોડ સમિતિ બનાવવાનો અધિકાર, સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

PMના કાર્યક્રમમાં એન્ટ્રી ન મળતા NRI ગુસ્સે ભરાયા,લંડનના ડેપ્યુટી મેયરને પણ હોલમાં જતા રોકાયા,

હાડ થીજવતી ઠંડી વચ્ચે દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી આ ચેતવણી