Not Set/ મોડાસા યુવતીના મોતનો મામલો, DGP શિવાનંદ ઝાએ કેસની તપાસ CID ક્રાઈમને સોંપી

મોડાસામાં યુવતીના મોતનો મામલો કેસની તપાસ CID ક્રાઈમને સોપાઈ DGP શિવાનંદ ઝાએ તપાસ CID ક્રાઈમને સોપી PI એન.કે રબારીને સસ્પેન્ડ કર્યા મોડાસાની યુવતીના મોત મામલે વાતાવરણ ગરમાયું છે. ઘણાં બધા રાજકીય અને બિન રાજકીય સંગઠનો પણ આ યુવતી માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. આજરોજ યુવતીને ન્યાયની માંગણી સાથે ગાંધીનગર ખાતે મહા સંમેલન નું આયોજન […]

Uncategorized
dgp મોડાસા યુવતીના મોતનો મામલો, DGP શિવાનંદ ઝાએ કેસની તપાસ CID ક્રાઈમને સોંપી
  • મોડાસામાં યુવતીના મોતનો મામલો
  • કેસની તપાસ CID ક્રાઈમને સોપાઈ
  • DGP શિવાનંદ ઝાએ તપાસ CID ક્રાઈમને સોપી
  • PI એન.કે રબારીને સસ્પેન્ડ કર્યા

મોડાસાની યુવતીના મોત મામલે વાતાવરણ ગરમાયું છે. ઘણાં બધા રાજકીય અને બિન રાજકીય સંગઠનો પણ આ યુવતી માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. આજરોજ યુવતીને ન્યાયની માંગણી સાથે ગાંધીનગર ખાતે મહા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. અને જેમાં જો આગામી ૭ દિવસમાં ન્યાય નહિ મળે તો સમગ્ર ગુજરાતના જીલ્લામાં આવા મહાસ્મ્મેલ્ન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

જેને પગલે હવે તંત્ર દોડતું થયું છે.  DGP શિવાનંદ ઝાએ મોડાસાના PI એન.કે.રબારીને સસ્પેન્ડ કર્યા છે. અને એન.કે. રબારીની ગંભીર બેદરકારી જણાઈ આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. તો આ કેસની તપાસ પણ CID  ક્રાઈમને સોપાઈ છે.

મોડાસા પોલીસે ગુનો નોંધવામાં વિલંબ કર્યો હોવાની ફરિયાદોને ગંભીરતાથી લઈને DGP શિવાનંદ ઝાએ એન.કે.રબારીને સસ્પેન્ડ કરવા સાથે  પરિવારને તાકીદે ન્યાય મળે તે માટે સિનિયર અધિકારીઓની SIT બનાવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

નવી મોબાઇલ એપ્લિકેશન.