Not Set/ કચ્છના જખૌ બંદરેથી પાકિસ્તાની આતંકી ત્રણ બોક્સ લઇને ઘૂસ્યો હોવાના આઇબીના ઇનપુટ

ભૂજઃ ભારતીય જળ સીમામાં ક્ચ્છના જખૌમાં  આતંકી ઘુસ્યા હોવાનો સેન્ટર આઇબીના રિપોર્ટને પગલે રાજ્ય સરકાર તકેદારીના ભાગ રૂપે હરકતમાં આવી ગઇ છે. તમામ અધિકારીઓ સહિત એજેન્સીઓને અલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. પોલીસ અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા કહેવામાં આવ્યું છે. સેન્ટર આઇબીએ ઇનપુટ આપ્યા હતા કે, વિસ્ફોટકોના બોક્સ સાથે પાકિસ્તાની આતંકવાદી કચ્છના દરિયા તરફ […]

Uncategorized
s6bbywsf 1487391643 કચ્છના જખૌ બંદરેથી પાકિસ્તાની આતંકી ત્રણ બોક્સ લઇને ઘૂસ્યો હોવાના આઇબીના ઇનપુટ

ભૂજઃ ભારતીય જળ સીમામાં ક્ચ્છના જખૌમાં  આતંકી ઘુસ્યા હોવાનો સેન્ટર આઇબીના રિપોર્ટને પગલે રાજ્ય સરકાર તકેદારીના ભાગ રૂપે હરકતમાં આવી ગઇ છે. તમામ અધિકારીઓ સહિત એજેન્સીઓને અલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. પોલીસ અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા કહેવામાં આવ્યું છે.

સેન્ટર આઇબીએ ઇનપુટ આપ્યા હતા કે, વિસ્ફોટકોના બોક્સ સાથે પાકિસ્તાની આતંકવાદી કચ્છના દરિયા તરફ આવી રહ્યો છે. જેને પગલે દોડધામ મચી ગઇ હતી. અલર્ડને પગલે તમામ રસ્તે નાકાબંધી કરીને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ના જખૌના દરિયાની સરહદમાંથી પાકિસ્તાની નાગરિક ત્રણ નાના બોક્સ સાથે ભારતીય સરહદમાં ઘૂસીને  એસ.યૂ.વી કારમાં બેસીને ગાંધીધામ બાજુ નીકળી ગયો હોવાના ઇનપુટ મળ્યા હતા. આ ઇનપુટના આધારે સુરક્ષા એજેન્સીઓ સતર્ક થઇ ગઇ હતી. આ ઇનપુટથી ગઇરાતથી પોલીસ શંકાસ્પદ વાહનોની અન વિસ્તારોની સમગ્ર જિલ્લામાં તપાસ અભ્યાન હાથ ધર્યું હતું. અત્યાર સુધીમાં પોલીસને કોઇ શંકાસ્પદ શખ્સ હાથ લાગ્યો નથી.