Political/ દુષ્કર્મ મુદ્દે ધનંજય મુંડેની સ્પષ્ટતા કહ્યું – મેં શરદ પવારને બધું જ કહ્યું છે, અને ….

દુષ્કર્મ મુદ્દે ધનંજય મુંડેની સ્પષ્ટતા કહ્યું – મેં શરદ પવારને બધું જ કહ્યું છે, અને ….

Top Stories India
bjp 12 દુષ્કર્મ મુદ્દે ધનંજય મુંડેની સ્પષ્ટતા કહ્યું - મેં શરદ પવારને બધું જ કહ્યું છે, અને ....

મહારાષ્ટ્રના સામાજિક ન્યાય પ્રધાન ધનંજય મુંડે વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ તેમની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગે છે. વિપક્ષે તેમના રાજીનામાની માંગ કરી છે. દરમિયાન ધનંજય મુંડેએ કહ્યું કે એનસીપીના પ્રમુખ શરદ પવાર અને પાર્ટીને મેં બધી જ ઘટનાની જાણ કરી છે.  તેમનો નિર્ણય ગમે તે હોય, હું તેનો સ્વીકાર કરીશ.

આ ઘટના બાદ હવે શરદ પવારે પણ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ધનંજય મુંડે પરના આક્ષેપો ખૂબ ગંભીર છે. તેમની વિરુદ્ધ શું પગલા લેવામાં આવશે તે પક્ષ ટૂંક સમયમાં વિચારણા કરશે.

આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા 37 વર્ષીય મહિલા ગાયકે મંત્રી ધનંજય મુંડે પર ગંભીર આરોપો લગાવ્યા હતા. મહિલાના કહેવા મુજબ વર્ષ 2006 માં મુન્ડેએ તેની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ એવો દાવો પણ કર્યો હતો કે તેણે પહેલા ઓશીવારા પોલીસનો સંપર્ક કર્યો હતો પરંતુ તેની ફરિયાદની અવગણના કરવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…