Suicide/ વ્યાજખોરોના ત્રાસથી ધાંગધ્રાના સટ્ટાખોરે ઝેરી દવા પીને કર્યો આપઘાત પ્રયાસ

શહેરમાં અલગ અલગ શખ્સો પાસેથી 5 થી લઇ 15 ટકા સુધીના વ્યાજે રૂપિયા લીધા હતા જે પેટે અંદાજે રૂપિયા 40 લાખ જેટલી રકમ 6 માસમાં પરત કર્યા બાદ પણ વ્યાજખોરો દ્વારા માનસીક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા આથી કર્મેશ શાહે તેના ઘરે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

Gujarat Others
a 317 વ્યાજખોરોના ત્રાસથી ધાંગધ્રાના સટ્ટાખોરે ઝેરી દવા પીને કર્યો આપઘાત પ્રયાસ

@સચીન પીઠવા,મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાં શહેરના વાણીયાશેરી વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદ મુજબ કાલા કપાસના વેપારનો ધંધો કરતા 31 વર્ષીય કર્મેશ ભરતભાઇ શાહ નામના યુવાન કાલા કપાસના સટ્ટામાં અંદાજે રૂપિયા 26.40 લાખ જેટલી રકમ હારી ગયા હતા.

શહેરમાં અલગ અલગ શખ્સો પાસેથી 5 થી લઇ 15 ટકા સુધીના વ્યાજે રૂપિયા લીધા હતા જે પેટે અંદાજે રૂપિયા 40 લાખ જેટલી રકમ 6 માસમાં પરત કર્યા બાદ પણ વ્યાજખોરો દ્વારા માનસીક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા આથી કર્મેશ શાહે તેના ઘરે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

વ્યાજખોરીમાં સંડોવાયેલા શખ્સો, તેમની ભૂમિકા

વ્યાજે રૂપિયા આપનાર : રકમ

કલ્પેશભાઇ મેવાડા : 20,00,000 (વ્યાજે આપનાર)

વિજયભાઇ રાજુ મેવાડા : 4,40,000(વ્યાજે આપનાર)

છગનભાઇ જાદવ : 2,00,000 (વ્યાજે આપનાર)

સંજયભાઇ મેવાડા : ઉઘરાણી કરનાર

શક્તિભાઇ ડાંગર : ઘરે આવી ગાળો આપતા

સનીભાઇ ભરવાડ : પૈસા આપવા પડશે નહીંતર હું તને મારી નાંખીશ

મનનભાઇ ઠાકર : તારા ચેક માથાભારે શખ્સોને આપી પૈસા લઇ લઇશ

દિનેશભાઇ મેવાડા : મારા 7 લાખ આપી દેજે નહીંતર મજા નહીં આવે

મહેશભાઇ પરમાર : ઉઘરાણી કરનાર

મોહીતભાઇ સેવંતીલાલ શાહ : ચેકનો દુરઉપયોગ કરનાર

યુવકના પિતાએ વ્યવહાર નહીં કરવાની આપી હતી જાહેરાત

યુવાન કર્મેશ ભરતભાઈ શાહ સાથે કોઈપણ નાંણાકીય કે કોઈ પણ જાતનો આર્થિક વ્યવહાર નહી કરવાની બે વર્ષ પહેલા પિતા ભરતભાઈ એચ. શાહે જાહેરાત આપી ચેતવણી આપી હતી. ત્યારે હાલ યુવાને ઝેરી દવા પી લેતા ચર્ચાએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો : જામીન પુરા થતા દુષ્કર્મના આરોપી નારાયણ સાંઇ ફરી લાજપોર જેલમાં કેદ

આ પણ વાંચો : નાની બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી નરાધમે આચર્યું દુષ્કર્મ, નોંધાઈ FIR

આ પણ વાંચો : રિવરફ્રન્ટ પર પ્રેમીએ જાહેરમાં જ પ્રેમિકાને ઝીંક્યાં 15 લાફા, આ છે મુખ્ય કારણ

આ પણ વાંચો : મોરબી રવાપર ગ્રામપંચાયતની મિટિંગમાં ગયેલા લોકોને કઢાયા બહાર, આ છે મુખ્ય કારણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…