IPL 2022/ ધોનીની ચેન્નાઈ પ્લેઓફની રેસમાંથી બહાર, મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટે હરાવ્યું

મુંબઈ ઈન્ડિયન્સ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ પણ આઈપીએલ 2022માં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ગુરુવારે રમાયેલી મેચમાં મુંબઈએ ચેન્નાઈને 5 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો

Top Stories Sports
122 ધોનીની ચેન્નાઈ પ્લેઓફની રેસમાંથી બહાર, મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટે હરાવ્યું

મુંબઈ ઈન્ડિયન્સ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ પણ આઈપીએલ 2022માં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ગુરુવારે રમાયેલી મેચમાં મુંબઈએ ચેન્નાઈને 5 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. ચેન્નાઈએ મુંબઈને માત્ર 98 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં મુંબઈએ 15 ઓવરમાં જ મેળવી લીધો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે પણ 98 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી, મુંબઈએ માત્ર 33 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં, એક સમયે એવું લાગ્યું હતું કે મેચ અહીં અટકી શકે છે, પરંતુ મુંબઈના બે યુવા બેટ્સમેન તિલક વર્મા-રિતિક શોકેને તેમની ટીમને સારી ભાગીદારી આપી.

આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ 18 રન બનાવ્યા જ્યારે ઈશાન કિશન ફરી નિષ્ફળ ગયો અને માત્ર 6 રન બનાવી શક્યો. તેના સિવાય ડેનિયલ સેમ્સ 1 રન બનાવીને આઉટ થયો હતો, નવોદિત ટ્રિસ્ટાન સ્ટબ્સ 0 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચથી પોઈન્ટ ટેબલ પર કોઈ અસર થઈ નથી. મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝનની ત્રીજી જીત છે, જ્યારે ચેન્નાઈની આ 8મી હાર છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બે સૌથી મોટી ટીમો વચ્ચે ગુરુવારે મેચ રમાઈ હતી. ગુરુવારની મેચમાં જે બન્યું તે ચોંકાવનારું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સે 40 રનની અંદર પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી. અંતે ટીમ માત્ર 97 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ આખી 20 ઓવર પણ રમી શકી ન હતી અને ઈનિંગ 15.6 ઓવરમાં સમાપ્ત થઈ ગઈ હતી.

એક તરફ જ્યારે ટીમની વિકેટો સતત પડી રહી હતી ત્યારે એક છેડે મહેન્દ્ર સિંહ ધોની જ રહ્યો. મહેન્દ્ર સિંહ ધોનીએ કુલ 36 રનની ઇનિંગ રમી જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. એમએસ ધોનીએ અંત સુધી ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે એમએસ ધોની 16મી ઓવરના છેલ્લા બોલ પર સ્ટ્રાઈક લેવા દોડ્યો ત્યારે વિકેટકીપરે મુકેશ ચૌધરીને રનઆઉટ કરાવ્યો.