Not Set/ IPL પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ લીધી રજાની મજા

સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં આઈપીએલ 14 ની બાકીની મેચ યુએઈમાં યોજાશે.

Sports
2 175 IPL પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ લીધી રજાની મજા

સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં આઈપીએલ 14 ની બાકીની મેચ યુએઈમાં યોજાશે. આમાં ફરી એક વખત ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની રમતા નજરે પડશે. તે ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરશે. પરંતુ શું તમે જાણો છો આ સમયે એમએસ ધોની ક્યાં છે. એમએસ ધોની જ્યાં પણ રહે છે, તે પોતે કદી કહેતો નથી, પરંતુ તેની પત્ની સાક્ષી ધોનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે અને તેનાથી ખબર પડે છે કે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ક્યાં છે. હવે ફરી સાક્ષી ધોનીએ એક વીડિયો શેર કર્યો છે. આ પર્વતોનો વીડિયો છે.

WTC ફાઈનલ / ટીમ ઇન્ડિયા સાથે બેઈમાની? ભડક્યા વિરાટ, સેહવાગે આપી આવી પ્રતિક્રિયા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો હિમાચલ પ્રદેશનો છે. હિમાચલ પ્રદેશમાં શિમલાની પાસે એક જગ્યા છે રતનારી, જ્યા આ સમયે એમ એસ ધોની, પત્ની સાક્ષી ધોની અને તેમની દિકરી જીવા ધોની હાલમાં રહે છે. ધોની પરિવાર સાથે આ સમયે રજા પર ગયો છે અને થોડા દિવસ ત્યાં રોકાશે. સાક્ષી ધોનીએ શેર કરેલા વીડિયોમાં તે પોતે જોવા મળી નથી, પરંતુ એમએસ ધોની તેમાં સાયકલ ચલાવતો જોવા મળી રહ્યો છે અને પુત્રી જીવા ધોની પણ પર્વતોને દેખતી નજરે ચઢે છે.

Instagram will load in the frontend.

રોનાલ્ડોનો નકલી ફેન / પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન વિરાટે ન હટાવી કોકોકોલાની બોટલ, ફેન્સ બગડ્યા

આ પહેલા થોડા દિવસો પહેલા જ એમએસ ધોનીની પત્ની સાક્ષીએ એમએસ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં ધોની રાંચીનાં તેમના ફાર્મ હાઉસમાં ઘોડા સાથે દોડતો જોવા મળ્યો હતો. સાક્ષી ધોનીએ કેપ્શનમાં લખ્યું હતું કે, મજબૂત, ઝડપી. માહીની પત્નીએ હેશટેગમાં લખ્યુ પ્લેટાઇમ, શેટલેન્ડપોની અને રેસિંગ. આ ઘોડો તાજેતરમાં ધોનીનાં ફાર્મ હાઉસમાં સ્કોટલેન્ડથી આયાત કરવામાં આવ્યો છે. અગાઉ, એમએસ ધોનીનાં પરિવારમાં ચેતક નામનો મારવાડી ઘોડો સામેલ હતો, જેની માહિતી સાક્ષીએ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. એમએસ ધોની આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો બીજો ક્રિકેટર છે જેની પાસે ઘોડા છે. તેમના સિવાય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પાસે પણ ઘોડા છે. એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ત્રણ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. રોહિત શર્માની આગેવાની હેઠળનાં મુંબઈ ઈન્ડિયન્સ પછી ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલની સૌથી સફળ ટીમ છે. જોવાનું એ છે કે મહેન્દ્રસિંહ ધોની આ વખતે ટ્રોફી જીતવાનો ચોક્કો ફટકારવામાં સફળ રહેશે કે નહીં.

majboor str 19 IPL પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ લીધી રજાની મજા