Not Set/ મહારાષ્ટ્રનાં ધુલેમાં ભયાનક રોડ અકસ્માત, 10 લોકોનાં થયા મોત, 20 ઘાયલ

મહારાષ્ટ્રનાં ધુલેમાં એક ગંભીર માર્ગ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. ધુલેનાં નિમગુલ ગામ પાસે બસ અને કેન્ટર વચ્ચે મોટી ટક્કર થઈ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓની સારવાર કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઉપસ્થિત લોકોનું કહેવું છે કે, બસ અને કેન્ટર બંનેની ગતિ […]

India
road accidentt મહારાષ્ટ્રનાં ધુલેમાં ભયાનક રોડ અકસ્માત, 10 લોકોનાં થયા મોત, 20 ઘાયલ

મહારાષ્ટ્રનાં ધુલેમાં એક ગંભીર માર્ગ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. ધુલેનાં નિમગુલ ગામ પાસે બસ અને કેન્ટર વચ્ચે મોટી ટક્કર થઈ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓની સારવાર કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઉપસ્થિત લોકોનું કહેવું છે કે, બસ અને કેન્ટર બંનેની ગતિ ખૂબ જ વધારે હતી. લોકો કહે છે કે, જે રીતે આ અકસ્માત થયો છે, તેવું લાગે છે કે બંને ડ્રાઇવરોમાંથી કોઈ એકને પણ ઝપકી આવી હતી.

તાજેતરમાં સામે આવેલી માહિતી અનુસાર આ માર્ગ અકસ્માતમાં કુલ 15 લોકો માર્યા ગયા હોવાનુ સામે આવ્યુ છે. જ્યારે 35 લોકો આ અકસ્માતમાં ઘાયલ થયા છે.

પોલીસનું આ અકસ્માત વિશે કહેવું છે કે, ટક્કરને કારણે બસમાં મુસાફરો કેબીનમાં જ અટવાઈ ગયા હતા. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ એમ પણ કહે છે કે, પ્રથમ પ્રાથમિકતા ઘાયલોને સારવાર આપવી છે. અકસ્માતનાં કારણો જાણવા માટે પછી તપાસ કરવામાં આવશે. અકસ્માત થયો ત્યારે મોટાભાગનાં મુસાફરો સૂઈ ગયા હતા.

આપને જણાવી દઇએ કે, બસ ઔરંગાબાદ જઇ રહી હતી. આ પહેલા મહારાષ્ટ્ર-પુણે-બેંગ્લોર હાઇવે પર પણ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જાણકારો કહે છે કે, એક તરફ રૈશ ડ્રાઈવિંગ અકસ્માત માટે જવાબદાર છે, ત્યારે રસ્તાઓની ડિઝાઇન પણ એક મહત્વપૂર્ણ કારણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.