Entertainment News : પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની જાણીતી સિંગર અને ‘બિગ બોસ’ ફેમ અફસાના ખાન અચાનક મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’ (Dhurandhar)ના હિટ ગીતોને પોતાનો અવાજ આપનાર આ ગાયિકાનું સત્તાવાર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક થઈ ગયું છે. આ ઘટના બનતા જ અફસાનાએ એક ખાસ વિડીયો મેસેજ જાહેર કરીને પોતાના તમામ ચાહકો અને ફોલોઅર્સને સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ લિંક કે મેસેજ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.
“સોશિયલ મીડિયા એ માત્ર પ્લેટફોર્મ નથી, વર્ષોની મહેનત છે” – અફસાના
આ સાયબર ક્રાઈમનો ભોગ બન્યા બાદ ગાયિકાએ પોતાની વ્યથા ઠાલવતા ચોંકાવનારા નિવેદનો આપ્યા છે.અફસાનાએ જણાવ્યું કે સોશિયલ મીડિયા કોઈ પણ કલાકાર માટે માત્ર એક ડિજિટલ માધ્યમ નથી, પરંતુ વર્ષોની સખત મહેનતથી ઊભું કરેલું એક પરિવાર છે.તે આ પ્લેટફોર્મ દ્વારા જ પોતાના નવા ગીતો, લાઈવ કન્સર્ટ અને પર્સનલ લાઈફની અપડેટ્સ ફેન્સ સુધી પહોંચાડતી હતી. કોઈ અજ્ઞાત હેકર દ્વારા આ રીતે અકાઉન્ટ હેક કરવાને તેણે એક ‘હલકું અને ઘોર નિરાશાજનક કૃત્ય’ ગણાવ્યું છે.
ફ્રોડથી બચવા ચાહકોને કરી ખાસ વિનંતી
ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલનો દુરુપયોગ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અફસાનાએ ફેન્સ માટે વોર્નિંગ જાહેર કરી છે.જો તેના હેક થયેલા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી કોઈને પૈસાની માંગણી, મેટા/ફેસબુકના નામે કોઈ નોટિફિકેશન કે અન્ય શંકાસ્પદ લિંક મળે, તો તેના પર ભૂલથી પણ ક્લિક ન કરવું.આ એક મોટો સાયબર ફ્રોડ હોઈ શકે છે. તેથી કોઈ પણ ફેન નાણાકીય કે વ્યક્તિગત નુકસાનનો ભોગ ન બને તે માટે સંપૂર્ણ સાવચેતી રાખવી જરૂરી છે.
એકાઉન્ટ રિકવર થવાની આશા અને ચાહકોની પ્રાર્થના
પોતાની આપવીતી જણાવતી વખતે પંજાબી સિંગર ખૂબ જ ઉદાસ અને નિરાશ જોવા મળી હતી.તેણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ તમારી વર્ષોની કમાયેલી ઓળખ અને મહેનતને એક ક્ષણમાં નુકસાન પહોંચાડે છે ત્યારે ખૂબ દર્દ થાય છે.જોકે, તેને પૂરો વિશ્વાસ છે કે મહાકાલના આશીર્વાદ અને ચાહકોની દિલથી કરેલી દુઆઓને કારણે તેનું અકાઉન્ટ ટૂંક સમયમાં જ રિકવર થઈ જશે અને તે ફરીથી પોતાના ફેન્સ સાથે સીધો સંપર્ક સાધી શકશે.
આ પણ વાંચો :કંગનાનું નવું નિવેદન ચર્ચામાં, સોશિયલ મીડિયા પર ફરી વિવાદ ગરમાયો
આ પણ વાંચો :અર્જુન રામપાલના સિનેમામાં 25 વર્ષ: ડેબ્યૂ હીરો તરીકેની શરૂઆતથી લઈને શક્તિશાળી વિલન સુધીની સફર
