Surat News: ગુજરાત સરકારના Public Examination Bill અંગે માહિતી આપતો વીડિયો શેર કર્યા બાદ સુરતના પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા સોશિયલ મીડિયા પર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. વીડિયોમાં ‘પબ્લિક એક્ઝામિનેશન બિલ’ બોલવાના બદલે તેઓ ‘એન્ટી ચીટીંગ બિલ’ કહી જતા શબ્દોચ્ચારમાં થયેલી ભૂલ વાયરલ બની છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
Public Examination Bill સમજાવતા પૂર્વ મેયરથી થઈ શબ્દ ભુલ
સુરત (Surat)ના પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા એ રાજ્ય સરકારના પેપર લીક વિરોધી કાયદા અંગે યુવાનોને માહિતગાર કરવા માટે વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. જોકે વીડિયો દરમિયાન તેઓ ‘પબ્લિક એક્ઝામિનેશન બિલ’ના બદલે ‘એન્ટી ચીટીંગ બિલ’ કહી ગયા હતા. આ શબ્દભૂલને કારણે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને અનેક લોકોએ તેના સ્ક્રીનશોટ તથા વીડિયો ક્લિપ્સ શેર કરી ચર્ચા શરૂ કરી હતી.
સ્ક્રિપ્ટ વાંચતી વખતે થઈ ભુલ
વીડિયો (Viral Video)માં સ્પષ્ટપણે જોવા મળે છે કે હેમાલી બોઘાવાલા (Hemali Boghawala)સામે રાખેલી સ્ક્રિપ્ટ વાંચીને સંદેશ આપી રહ્યા હતા. જોકે સ્ક્રિપ્ટ વાંચતી વખતે શબ્દોની ગોઠવણમાં થયેલી ભૂલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પ્રશ્ન ઉઠાવ્યો કે વીડિયો જાહેર કરતા પહેલાં તેનું યોગ્ય રીતે રિવ્યૂ અથવા એડિટિંગ કેમ કરવામાં આવ્યું નહીં.
વીડિયો અપલોડ થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા
વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ નેટિઝન્સે વિવિધ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું. કેટલાક લોકોએ આ ભૂલને સામાન્ય માનવીય ભૂલ ગણાવી હતી, જ્યારે અન્યોએ જાહેર જીવન સાથે જોડાયેલી વ્યક્તિએ વીડિયો પોસ્ટ કરતાં પહેલાં તેની ચકાસણી કરવી જોઈએ તેવી ટિપ્પણીઓ કરી હતી. ફેસબુક, એક્સ (પૂર્વે ટ્વિટર) અને વોટ્સએપ સહિતના વિવિધ પ્લેટફોર્મ પર વીડિયો ઝડપથી વાયરલ થયો હતો.
હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા નહીં
આ સમગ્ર ઘટનાને લઈને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અથવા તેમની ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. વીડિયો હજુ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય વર્તુળોમાં પણ આ વીડિયો અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે, વીડિયોમાં થયેલી શબ્દભૂલને લઈને પૂર્વ મેયર તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
આ પણ વાંચો:સુરતના ભૂતપૂર્વ મેયરનો પક્ષની જ મહિલા કોર્પોરેટર પર લાંચનો આરોપ
આ પણ વાંચો:સુરતના પૂર્વ મેયરે કોરોના ગ્રસ્ત 11 દિવસની બાળકીને પ્લાઝમાં ડોનેટ કર્યા
આ પણ વાંચો:સુરતના ભાથા ગામમાં ત્રણ લોકોના મોત: જનરેટરના ધુમાડાથી મોત થયા હોવાની શંકા
