Not Set/ શું તમે જાણો છો ક્રિસમસમાં ગિફ્ટ આપતા સાન્તાક્લોઝ વિશે?

‘ક્રિસમસ’ આવતાની સાથે જ લોકોનાં મનમાં કેક, ક્રિસમસ ટ્રી, રંગબેરંગી લાઇટ્સ અને કાર્ડ્સનાં ચિત્રો દેખાય છે, બાળકો આ સુંદર ઉત્સવની આતુરતાથી રાહ જુએ છે, કારણ કે આ દિવસે તેમના સપનાનાં બાબા એટલે કે ‘સાન્તાક્લોઝ’ જે તેમની પાસે આવે છે, ઘણાં સુંદર-સુંદર રમકડાઓ લઇને આવે છે, ત્યારે એ વાત તમારા મનમાં જરૂર આવતી હશે કે શું […]

Top Stories Navratri 2022
Santa Clause શું તમે જાણો છો ક્રિસમસમાં ગિફ્ટ આપતા સાન્તાક્લોઝ વિશે?

‘ક્રિસમસ’ આવતાની સાથે જ લોકોનાં મનમાં કેક, ક્રિસમસ ટ્રી, રંગબેરંગી લાઇટ્સ અને કાર્ડ્સનાં ચિત્રો દેખાય છે, બાળકો આ સુંદર ઉત્સવની આતુરતાથી રાહ જુએ છે, કારણ કે આ દિવસે તેમના સપનાનાં બાબા એટલે કે ‘સાન્તાક્લોઝ’ જે તેમની પાસે આવે છે, ઘણાં સુંદર-સુંદર રમકડાઓ લઇને આવે છે, ત્યારે એ વાત તમારા મનમાં જરૂર આવતી હશે કે શું ખરેખર ‘સાન્તાક્લોઝ’ નામની વ્યક્તિ છે જે બાળકોને સુંદર ભેટો આપે છે.

c2e655256db995ffac7d560921869be9 શું તમે જાણો છો ક્રિસમસમાં ગિફ્ટ આપતા સાન્તાક્લોઝ વિશે?

એવા પુરાવા છે કે દોઢ હજાર વર્ષ પહેલાં જન્મેલા સંત નિકોલસને વાસ્તવિક સાંન્તા માનવામાં આવે છે. જોકે સેન્ટ નિકોલસ અને ઈસુનાં જન્મને સીધો સંબંધ નથી, તેમ છતા ‘સાન્તાક્લોઝ’ આજનાં સમયમાં નાતાલનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તેમના વિના ક્રિસમસ અધૂરી સમજવામાં આવે છે.

Image result for christmas santa claus

સંત નિકોલસનો જન્મ ત્રીજી સદીમાં ઈસુનાં મૃત્યુ પછીનાં 280 વર્ષ પછી માયરામાં થયો હતો. તે એક ધનવાન પરિવારથી હતા. તેમણે બાળપણમાં જ તેમના માતાપિતાને ગુમાવ્યા હતા. નાનપણથી જ તેમને ભગવાન ઈસુમાં ખૂબ વિશ્વાસ હતો. તે મોટા થયા પછી એક ખ્રિસ્તી પાદરી અને પાછળથી બિશપ બન્યા. તે જરૂરીયાતમંદો અને બાળકોને ભેટો આપવાનું પસંદ કરતા હતા. તેઓ હંમેશાં જરૂરીયાતમંદ અને બાળકોને ભેટો આપતા હતા, તેથી નાતાલ પર ભેટો આપવાનું લોકપ્રિય બન્યું હતુ.

Image result for christmas santa claus

જ્યારે કેટલાક લોકો કહે છે કે, ‘સાન્તાક્લોઝ’ એ ભગવાન દ્વારા મોકલેલ મેસેંજર છે, કેટલાક લોકો માને છે કે ‘સાન્તાક્લોઝ’ ઈસુનાં પિતા છે અને તેથી તેઓ તેમના પુત્રનાં જન્મદિવસ પર બાળકોને ભેટો આપવા આવે છે. સાન્તાક્લોઝનું આજનું જે પ્રચલિત નામ છે તે નિકોલસ કે ડચ નામ સિંટર ક્લાસથી આવેલ છે, ઈસુ અને મધર મેરી પછી સેન્ટ નિકોલસને જ આટલુ સન્માન મળ્યું છે.

Image result for christmas santa claus

જો કે કારણ ગમે તે હોય, નાતાલનો તહેવાર અને ‘સાન્તાક્લોઝ’ ખુશી, જોશ અને પ્રેમનું પ્રતીક છે, ફક્ત ખ્રિસ્તી લોકો માટે જ નહીં, પરંતુ દરેક ધર્મ અને સમુદાય માટે પણ, આ તહેવાર મહત્વપૂર્ણ છે. ક્રિસમસનાં દિવસે ક્રિસમસનું અને ફાધર ઓફ ક્રિસમસનું હાર્દિક સ્વાગત છે. મેરી ક્રિસમસ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.