Gujarat Election/ વડાપ્રધાન-મુખ્યમંત્રી સહિતના દિગ્ગજો આ મતદાન મથક પર મત નાંખશે,જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે આજે મતદાન થવાનું છે. જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે

Gujarat Gujarat Assembly Election 2022
Polling station

Polling        ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે આજે મતદાન થવાનું છે. જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. જ્યારે કુલ ઉમેદવાર 833 છે.  આજે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુરમાં પણ બીજા તબક્કાનું મતદાન શરુ થશે. આ બીજા તબકકાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજો આ મતદાન મથકોમાં મત આપશે. જાણો

4 8 વડાપ્રધાન-મુખ્યમંત્રી સહિતના દિગ્ગજો આ મતદાન મથક પર મત નાંખશે,જાણો

 

 

2 10 વડાપ્રધાન-મુખ્યમંત્રી સહિતના દિગ્ગજો આ મતદાન મથક પર મત નાંખશે,જાણો

 

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. આ સિવાય વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ તેમજ ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર ચૂંટણીના મેદાનમાં છે.  બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પર દલિત નેતા જિગ્નેશ મેવાણી અને વિધાનસભામાં વિપક્ષ નેતા સુખરામ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાની જેતપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. આ સિવાય વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના બળવાખોર નેતા મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.

નોંધનીય છે કે પહેલા તબક્કામાં નિરસ મતદાન થયા બાદ આજે બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે  ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મતદારો આજે  રાજકિય પાર્ટીઓનું ભાવિ નક્કી કરશે. આ વખતે પણ મતદારો શું કરશે તે જોવાનું રહ્યું. પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે અનેક લોભામણી જાહેરાતો કરી રહ્યા છે અને બુથ પર લઇ જવા માટે કમર કાર્યકરોને નિર્દેશ આપવામાં આવ્યા છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ કાર્યકરો તૈયારીમાં લાગી ગયા છે, ભાજપે તો નવા સ્લોગન સાથે પરિવારના સભ્યો સાથે મતદાન કરવા અપીલ કરી છે

Gujarat Assembly Election 2022/ ગુજરાતમાં અંતિમ તબક્કાની 93 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોની વિશ્વસનીયતા

Bhart Jodo Yatra/ ભારત જોડો યાત્રા લઈને રાહુલ ગાંધી પહોંચ્યા રાજસ્થાન, અશોક ગેહલોત અને સચિન પાયલટે હાથ