Not Set/ તારી સ્કર્ટની નીચે શું છે બતાવ તો, મોડલની આ આપવીતી સાંભળશો તો ચોંકી ઉઠશો

ઇન્દોર આજે દેશભરમાં જ્યારે રેપ અને મહિલાઓની જાતીય સતામણીની ચર્ચાઓ થઇ રહી છે ત્યારે ઇન્દોરની એક મોડલે પોતાની પર થયેલી શરમજનક હરકત પર મોઢું ખોલ્યું છે.આ મોડલે પોતાના ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે કે ઇન્દોરમાં ધોળા દિવસે બે રંગીલા મુફલીસોએ તેની છેડતી કરી હતી.આ મોડલે એ પણ કહ્યું કે એક બુઝુર્ગ વ્યક્તિ તેની પાસે આવ્યો […]

Top Stories
indor tweet 1 તારી સ્કર્ટની નીચે શું છે બતાવ તો, મોડલની આ આપવીતી સાંભળશો તો ચોંકી ઉઠશો

ઇન્દોર

આજે દેશભરમાં જ્યારે રેપ અને મહિલાઓની જાતીય સતામણીની ચર્ચાઓ થઇ રહી છે ત્યારે ઇન્દોરની એક મોડલે પોતાની પર થયેલી શરમજનક હરકત પર મોઢું ખોલ્યું છે.આ મોડલે પોતાના ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે કે ઇન્દોરમાં ધોળા દિવસે બે રંગીલા મુફલીસોએ તેની છેડતી કરી હતી.આ મોડલે એ પણ કહ્યું કે એક બુઝુર્ગ વ્યક્તિ તેની પાસે આવ્યો હતો અને કહ્યું કે તેં સ્કર્ટ પહેરી છે એટલે આ મવાલીઓ તેની સાથે છેડતી કરી રહ્યાં હતા.

આ મહિલા મોડલે પોતાના ટ્વીટર પર લખ્યું કે આજે હું સ્કુટી લઇને જતી હતી ત્યારે રસ્તા પર બે મવાલીઓ મારી સ્કર્ટ ખેંચીને કહ્યું કે આ સ્કર્ટની નીચે શું છે તે બતાવ. મેં તેમને રોકવાની કોશિશ કરી તો મારા સ્કુટી સાથે હું પણ પડી ગઇ હતી.

મોડલે ટ્વીટર પર પોતાના જખમી પગની તસ્વીર પણ શેર કરી હતી.

મોડલે એમ પણ લખ્યું કે મારી સાથે ઇન્દોરના ભીડ ભાડવાળાં વિસ્તારની સડક પર જાહેરમાં આવું થયું હતું પરંતું મારી મદદે કોઇ સામે ના આવ્યું.આ બદમાશો ભીડભાડવાળી જગ્યા પર આવું કરી શકે છે તો સુમસામ સડક પણ ખબર નહીં શું કરી શકે.

આ યુવતીએ લખ્યું કે રસ્તા પર આવી જખમી હાલત જોઇને કેટલાંક દોસ્તો મારી પાસે આવ્યા હતા અને મને એક રેસ્ટોરન્ટમાં લઇ ગયા હતા.એ સમયે એક ઉમરલાયક અંકલ તેમની પાસે આવ્યા અને કહ્યું કે મેં સ્કર્ટ પહેરી હતી એટલે આવું થયું.