Wedding/ પુત્રીની વિદાય કરી ભાવુક થયા દિલીપ જોશી, શેર કર્યા લગ્નના ફોટો

દિલીપ જોશીઅપોતાની પ્રિય પુત્રીના લગ્ન કરાવ્યા છે. દિલીપ જોશીની પુત્રી નિયતિને તેના સપનાનો રાજકુમાર મળી ગયો છે. દીકરીને નવા જીવનની શરૂઆત….

Trending Entertainment
દિલીપ જોશી

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ઘર-ઘરમાં નામ બનાવનાર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી એ પોતાની પ્રિય પુત્રીના લગ્ન કરાવ્યા છે. દિલીપ જોશી ની પુત્રી નિયતિને તેના સપનાનો રાજકુમાર મળી ગયો છે. દીકરીને નવા જીવનની શરૂઆત માટે આશીર્વાદ આપતા દિલીપ જોશીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.

આ પણ વાંચો :સામંથા રુથ પ્રભુ સામે દાખલ કરાઈ FIR, “પુષ્પા”ના ગીત પર સંગઠને જતાવી આપત્તિ
a 77 2 પુત્રીની વિદાય કરી ભાવુક થયા દિલીપ જોશી, શેર કર્યા લગ્નના ફોટો

ફોટો શેર કરતા દિલીપ જોશીએ લખ્યું – ‘તમે ફિલ્મો અને ગીતોમાંથી લાગણીઓ લઈ શકો છો, પરંતુ જ્યારે વાસ્તવિક જીવનમાં તમારી સાથે આવું થાય છે, ત્યારે આ લાગણી આશ્ચર્યજનક હોય છે. તે ક્ષણ સાથે કંઈપણ સરખાવતું નથી. પુત્રી નિયતિ અને પરિવારના નવા સભ્ય યશવર્ધનને નવી સફર માટે મારી શુભકામનાઓ.

a 77 3 પુત્રીની વિદાય કરી ભાવુક થયા દિલીપ જોશી, શેર કર્યા લગ્નના ફોટો

સાથે જ, તે લોકોનો પણ આભાર કે જેઓ અમારી સાથે આ ઉજવણીનો હિસ્સો બન્યા હતા અને જેમણે દંપતીને આશીર્વાદ મોકલ્યા.” માહિતી અનુસાર, યશવર્ધન મિશ્રા પ્રખ્યાત લેખક અશોક મિશ્રાના પુત્ર છે. નિયતિ અને યશોવર્ધન એક જ કોલેજમાં સાથે અભ્યાસ કર્યો છે.

a 77 4 પુત્રીની વિદાય કરી ભાવુક થયા દિલીપ જોશી, શેર કર્યા લગ્નના ફોટો

કોણ છે નિયતિનો પતિ

નિયતિ જોષીના લગ્ન જેની સાથે થયા છે તેનું નામ યશોવર્ધન મિશ્રા છે. 4 વર્ષથી નિયતિ અને યશોવર્ધન એકબીજાને ડેટ કરી રહ્યાં હતા અને કોલેજમાં પણ સાથે જ ભણી રહ્યાં હતા. તેમના લગ્ન પહેલા જ થવાના હતા પરંતુ લોકડાઉનના કારણે તેમના લગ્ન થઇ શક્યા નહોતા પરંતુ હવે આખરે ધામધૂમથી તેઓના લગ્ન થયા હતા.

આ પણ વાંચો : વિકી કૌશલના પિતાએ એક ક્યૂટ નોટ લખી કર્યું પુત્રવધૂ કેટરીના કૈફનું વેલકમ  

a 77 5 પુત્રીની વિદાય કરી ભાવુક થયા દિલીપ જોશી, શેર કર્યા લગ્નના ફોટો

અભિનેતા દિલીપ જોશીની વાત ખૂબ સાચી અને સમજદારીભરી છે. કારણ કે એક દીકરી વળાવ્યાંનું દુઃખ તો એક બાપ જ સમજી શકે છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ દિલીપ જોશીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો, જેમાં તેઓ ઢોલ-નગારાંના તાલે ઝૂલતા જોવા મળ્યા હતા. સમાચાર મુજબ, આ વીડિયો તેની પુત્રીની સગાઈનો હતો. લોકોને જેઠાલાલની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી. અંગત જીવનની વાત કરીએ તો દિલીપ જોશીની પત્નીનું નામ જયમાલા છે. નિયતિ ઉપરાંત દિલીપ અને જયમાલાને એક પુત્ર પણ છે, જેનું નામ ઋત્વિક જોશી છે.

Instagram will load in the frontend.

જેઠાલાલની દીકરીનું ભવ્ય રિસેપ્શન મુંબઇની તાજ લેન્ડ હોટલમાં યોજવામાં આવ્યુ હતુ, જેમાં તારક મહેતાની સ્ટારકાસ્ટે ધૂમ મચાવી હતી.  આ ઉપરાંત ટીવી અને થિયેટર ઇન્ડસ્ટ્રીના પણ ઘણા કલાકારો હાજર રહ્યા હતા. દીલિપ જોશીની દીકરી નિયતિ જોશી અને જમાઇ યશોવર્ધનના રિસેપ્શનમાં સુનૈના ફોજદાર, પલક સિધવાણી, સમય શાહ, કુશ શાહ, પ્રિયા આહુજા, માલવ રાજદા, અમિત ભટ્ટ, સહિતના અનેક સેલેબ્સે હાજરી આપી હતી.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :રીલ લાઇફની આ સંસ્કારી વહુ રીયલ લાઇફમાં આ કારણે રહે છે ચર્ચામાં

મહેંદી તથા સંગીત અને હલ્દી સેરેમનીમાં  પણ નિયતિ તથા યશોવર્ધનનું બોન્ડિંગ જોવાલાયક હતું. સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદી પણ સંગીત સેરેમનીમાં હાજર રહ્યા હતા. તેઓ પણ ગરબા રમ્યા હતા. સંગીત સેરેમનીમાં નિયતિ જોષીએ પિતા દિલીપ જોષી સાથે ગરબા રમ્યા હતાં. જ્યારે દિલીપ જોષીએ પત્ની સાથે રાસ લીધા હતા. સંગીત નાઇટમાં દિલીપ જોષીએ ગીત પણ ગાયું હતું અને ઢોલના તાલે તેઓ ઝૂમ્યા હતા.

આ પણ વાંચો :માંગમાં સિંદૂર અને લાલ ચૂડલા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી કેટરીના કૈફ