દેશભક્તિ/ દિલીપકુમારને દેશભક્તિ માટે જેલમાં જવું પડયું હતું ,જેલરે તેમને ગાંધીવાળા તરીકે બોલાવ્યા

દિલીપે લખ્યું હતું કે, મને યરવાડા જેલમાં લઈ જવામાં આવ્યો હતો અને કેટલાક લોકો સાથે  જેલમાં બંધ કર્યો હતો. મને કહેવામાં આવ્યું કે તે એક સત્યાગ્રહી છે.

Entertainment
leader દિલીપકુમારને દેશભક્તિ માટે જેલમાં જવું પડયું હતું ,જેલરે તેમને ગાંધીવાળા તરીકે બોલાવ્યા

દિલીપકુમાર હવે અમારી વચ્ચે નથી રહ્યા. હિન્દી સિનેમાને તેમના જીવનના ઘણા દાયકા આપનાર દિગ્ગજ અભિનેતાનું બુધવારે સવારે 98 વર્ષની વયે અવસાન થયું છે. ફિલ્મોમાં કામ કરતા  પહેલા દિલીપ કુમારે એરફોર્સ કેન્ટીનમાં  કામ કરતા હતા, દિલીપકુમારે પોતાની આત્મકથા ‘ધ સબસ્ટન્સ એન્ડ શેડો’માં એક ઘટના વર્ણવી છે જેમાં દેશભક્તિ માટે તેમને જેલમાં જવું પડ્યું હતું.

આ મામલો  ભારતની આઝાદી પહેલાનો છે. દિલીપકુમાર તે સમયે પૂણા (પૂના) માં રહેતા હતા અને એરફોર્સ કેન્ટીનમાં કામ કરતા હતા. વરિષ્ઠ સાથીદારના કહેવા પર, તેમણે ભારતની પ્રશંસામાં ભાષણ આપ્યું. આ ભાષણમાં તેમણે ભારતને મહેનતુ, સાચા અને અહિંસક લોકોનો દેશ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આપણો દેશ કેવી રીતે શ્રેષ્ઠ છે.

દિલીપ કુમારે તેમના પુસ્તકમાં લખ્યું છે કે મારા ભાષણની પ્રશંસા થઈ હતી. હું ખુશીઓથી ફુ્લ્યો સમાતો ન હતો  પરંતુ આ ખુશી થોડા સમય માટે જ હતી. જ્યારે કેટલાક પોલીસ અધિકારીઓ આવ્યા અને મને હાથકડી પહેરાવીને લઈ ગયા ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો. તેમણે કહ્યું કે મને બ્રિટિશ સરકાર વિરુદ્ધ વિચારસરણી  ધરાવનાર ગણીને મારી ધરપકડ કરવામાં આવી હતી.

દિલીપે લખ્યું હતું કે, મને યરવાડા જેલમાં લઈ જવામાં આવ્યો હતો અને કેટલાક લોકો સાથે  જેલમાં બંધ કર્યો હતો. મને કહેવામાં આવ્યું કે તે એક સત્યાગ્રહી છે. જ્યારે હું જેલમાં પહોંચ્યો ત્યારે જેલરે મને ‘ગાંધીવાળા’ તરીકે બોલાવ્યો હતો પોલીસવાળા તમામ સત્યાગ્રહીને ગાંધીવાળા તરીકે જ ઓળખતાં હતાં.

દિલીપકુમારને બીજા દિવસે સવારે આર્મી મેજર દ્વારા જેલમાંથી છોડાવવામાં આવ્યા હતા. દિલીપ કુમારે તેની કેન્ટીનમાં પહોંચ્યા પછી દરેકને આ કિસ્સાે સંભળાવ્યો . તેમણે લખેલા પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે તે રાત્રે તેમના રૂમમાં બેઠા ત્યારે જેલરની વાત તેના કાનમાં ફરી ગુંજી હતી અને ગાંધીજીના અનુયાયીઓ સાથે એક રાત વિતાવવાનો મને  ગર્વ છે.