Debate/ દિલજીતે કરી કંગનાની મીમીક્રી અને કરી આવી ટિપ્પણી

કંગના રનૌતે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં કંગનાએ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે છેલ્લા કેટલાક દિવસોમાં કેવા આઘાતમાંથી પસાર થઈ છે

Entertainment
dijit vs

કંગના રનૌતે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં કંગનાએ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે છેલ્લા કેટલાક દિવસોમાં કેવા આઘાતમાંથી પસાર થઈ છે. વીડિયોમાં કંગનાએ કહ્યું હતું કે તેણે લિંચિંગનો સામનો કર્યો છે અને તેને બળાત્કારની ધમકીઓ પણ મળી છે. વીડિયોના અંતમાં કંગનાએ કહ્યું હતું કે, ખેડૂત આંદોલન માટે દિલજીત દોસાંજ અને પ્રિયંકા ચોપડા કેમ કંઈ નથી બોલ્યા.

suspended / અમદાવાદ કોલ સેન્ટર તોડ કાંડમાં PI સહિત સાત પોલીસમેન સસ્પેન્ડ…

કંગનાના વીડિયો પછી થોડા જ સમયમાં જ દિલજીત દોસાંઝે તેના ટ્વિટર હેન્ડલ પરથી એક ઓડિયો શેર કર્યો છે. આ ઓડિયોમાં તે કંગના પર નામ લીધા વિના નિશાન સાધે છે અને તેની મીમીક્રી પણ કરી રહ્યો છે. દિલજીત કહે છે કે એવી કેટલીક છોકરીઓ છે કે જેનું નામ મારું નામ લીધા વિના ખાવાનું પચતું નથી. ત્યારબાદ તે કંગના રનૌતના અવાજની નકલ કરે છે. દિલજીતે તેના નામની તુલના ડોક્ટરની દવા સાથે કરી જે છોકરીઓ દિવસમાં ઘણી વખત લે છે.

farmer protests / ખેડૂતો બાદ હવે કેન્દ્ર સરકારનો પત્ર, મંત્રણા માટે આપ્યું આમં…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…