Ayodhaya Ram Mandir/ રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે દિશાનિર્દેશ જારી કરાયા

શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં આવતા ભક્તો હવે સવારે 6.30 થી 9.30 સુધી મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરી શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ તેના…..

India Trending
Beginners guide to 2024 03 14T152128.592 રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે દિશાનિર્દેશ જારી કરાયા

Uttar Pradesh : શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં આવતા ભક્તો હવે સવારે 6.30 થી 9.30 સુધી મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરી શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ તેના X  હેન્ડલ પર આ જાહેરાત કરી છે. દરરોજ સરેરાશ 1 થી 1.5 લાખ ભક્તો રામ મંદિરમાં આવી રહ્યા છે. રામ મંદિરે આવનારા ભક્તો માટે પણ કેટલાક નિયમો નક્કી કર્યા છે. રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી, 2024 ના રોજ થયું હતું અને ત્યારથી મંદિરમાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે.

રામ મંદિરની મુલાકાતે આવતા ભક્તોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની સુવિધા માટે અને સમય બચાવવા માટે તેમના મોબાઈલ ફોન, શૂઝ, પર્સ વગેરે મંદિર પરિસરની બહાર છોડી દે. અધિકારીઓએ ભક્તોને શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ફૂલ, માળા કે પ્રસાદ ન લાવવા પણ કહ્યું છે.

જો તમે રામ મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લેવાનો સમય સવારે 6.30 થી 9.30 સુધીનો છે. પ્રવેશથી બહાર નીકળવા સુધી રામ મંદિરમાં દર્શન સરળ છે. ભક્તો 60 થી 75 મિનિટમાં રામલલાના સરળતાથી દર્શન કરી શકશે.

મંગળા આરતી, શ્રૃંગાર આરતી અને શયન આરતી માટે એન્ટ્રી પાસની જરૂર પડે છે, જ્યારે અન્ય આરતીઓને એન્ટ્રી પાસની જરૂર હોતી નથી.

સમય

મંગળા આરતી- સવારે 4 વાગે

શ્રૃંગાર આરતી- સવારે સવા 6 વાગે

શયન આરતી- રાત્રે 10 વાગે

પ્રવેશ પાસ મફત છે. યાત્રાળુઓએ નામ, ઉંમર, શહેર, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર આપવાનો રહેશે. વધુ માહિતી વેબસાઈટથી પણ મેળવી શકાશે.

સુવિધા

દિવ્યાંગો અને વૃદ્ધો માટે મંદિરમાં વ્હીલચેર પણ ઉપલબ્ધ છે. વ્હીલચેરનો ઉપયોગ માત્ર મંદિર પરિસરમાં જ કરી શકાશે. રોજ સવારે 6:30 વાગ્યે દૂરદર્શન પર જીવંત પ્રસારણ નિહાળી શકાશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી તક

આ પણ વાંચો:અક્ષરધામ મંદિર હુમલાના માસ્ટરમાઇન્ડનો 22 વર્ષ બાદ સામે આવ્યો વીડિયો