Unhealthy Diet/ વજન ઘટાડવા દરમિયાન ભોજન કરવાની આ આદતોને છોડી દો

જો તમે મોબાઈલ, ટીવી, લેપટોપ ચલાવતા ચલાવતા ભોજન કરો છો તો આ આદતને તમારે છોડી દેવી પડશે. ભોજન કરતા સમયે તમારું પુરું ધ્યાન…

Food Lifestyle
Do not adopt these unhealthy eating habits while losing weight

વજન ઘટાડવો એ સરળ કામ નથી. ખાસકરીને એ લોકોને કે જેમનો વજન વધારે છે. ઘણા લોકોને વેટ લોસ કરવા માટે ઘણા નિયમો બનાવે છે, પરંતુ અવાર-નવાર ખાણીપીણી સંબંધિત ભૂલો કરી લેતા હોય છે, જેથી તેમના વજન ઘટાડવાના લક્ષ્યો પર પાણી ફરી વળે છે. જો તમે પણ વજન ઓછું કરવા માંગતા હોવ, તો સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે પ્રથમ તમારે ડાયટ પર કંટ્રોલ કરવું પડશે. વેટ લોસ માટે તમારે ઘણા મનપસંદ ફૂડ કે જે વજન વધારી શકે છે તેને ઓછા કરવા પડશે. તો આવો જાણીએ કે વજન ઓછા કરવા માટે કઈ ભૂલોને ટાળવી જોઈએ.

જો તમે વજન ઓછું કરવા માંગો છો તો સૌથી પહેલા તમારે જલ્દી જલ્દીમાં ખાવાની આદતને ટાળવી પડશે. ઘણીવાર કેટલાક લોકો આવી ભૂલ કરી દેતા હોય છે. જલ્દી જલ્દી ખાવાના ચક્કરમાં તેઓ ધ્યાન નથી આપી શકતા કે કેટલી માત્રામાં ખાવું, તમે પણ આ ભૂલ કરતા હોય તો તરત જ આ આદતને છોડી દો.

જો તમે ભોજન દરમિયાન વચ્ચે વચ્ચે પાણી પીવો છો, તો આ આદત તમારે છોડી દેવી પડશે. આ આદતથી વજન ઓછું કરવામાં સમસ્યા થાય છે.

કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ ભાગદોડ ભર્યા કામમાં કંઈપણ ખાઈ લેતા હોય છે, ખાસકરીને સવારના સમયે.

જો તમે મોબાઈલ, ટીવી, લેપટોપ ચલાવતા ચલાવતા ભોજન કરો છો તો આ આદતને તમારે છોડી દેવી પડશે. ભોજન કરતા સમયે તમારું પુરું ધ્યાન ખાવામાં જ રાખવું. શાંતિથી બેસીને ધીરે-ધીરે ભોજન લઈને સારી રીતે ચાવીને ખાવું. આ કરવાથી શરીરને ભોજનમાં રહેલા તમામ પોષક તત્વો પ્રાપ્ત થાય છે અને સરળતાથી પચે છે.

વજન ઘટાડવાના કરવાના ચક્કરમાં કેટલાક લોકો ભોજન કરવાનું છોડી દે છે. આવું કરવાથી વજન તો ઘટી જશે પરંતુ શારીરિક રૂપથી નબળા થઈ જશો. શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ જાય છે. વેટ લોસ કરવા માટે કોઈ સારા ડાઈટિશિયન પાસેથી પ્રોપર વેટ વોસ ડાઈટ વિશે સલાહ લો. ક્યારે, કેટલી માત્રામાં અને કઈ રીતે ભોજન કરવું એ બધી વાતોનું ધ્યાન રાખવું.

વાંચો આ પણ: ટ્વિટર હેક / પંજાબ કોંગ્રેસનું સત્તાવાર ટ્વિટર હેન્ડલ થયું હેક, રાહુલ ગાંધીની તસવીર પોસ્ટ કરી અને લખ્યું… 

વાંચો આ પણ: અકસ્માત / ઝારખંડમાં રોપ-વે અકસ્માત સર્જાતા 20 કલાકથી 48 લોકો અધવચ્ચે ટ્રોલીમાં ફસાયા,બચાવ કામગીરીમાં મુશ્કેલી

વાંચો આ પણ: Elon Musk News / ટ્વિટરના CEO એ કરી જાહેરાત, બોર્ડમાં નહીં જોડાશે એલન મસ્ક  

વાંચો આ પણ: પ્રહાર / કરૌલીથી કર્ણાટક સુધીના 7 રાજ્યોમાં હિંસા મામલે અસદુદ્દીન ઓવૈસીએ હિન્દુ સંગઠનોને પર કર્યા પ્રહાર